Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

જસદણમાં પોલીસના સજ્જડ બંદોબસ્ત હેઠળ તાજીયાઓ માતમમાં

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ,તા. ૨૦ : જસદણમાં તાજીયાઓ પડમાં આવતા શહેરની ગેબનશા સોસાયટીમાં હજ્જારો હિન્દુ મુસ્લિમોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.)ના દોહિત્ર હજરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ સગા સાથીદારોએ ઇરાકના કરબલામાં અંદાજે ૧૪૦૦ વર્ષ પહેલા સત્યની વેદી પર ભવ્ય કુરબાની આપી ઇસ્લામ ધર્મને જીવંત બનાવ્યો આવા બેજોડ બલિદાનની યાદમાં આજે અનેક તાજીયાઓ શહેરની ગેબનશા સોસાયટીના પટાંગણમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં પોલીસના ચાંપતા પોલીસ બંદોબસ્ત હેઠળ લોકોએ દર્શન કર્યા હતા. જસદણ સુન્ની મુસ્મિલ સમાજ દ્વારા હઝરત ઇમામ હુસૈનની યાદમાં છેલ્લા દસ દિવસથી વાએઝ ન્યાજ સબીલ મજલીસ જેવા અનેકાએક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આર્થિક સંપન્ન સુન્ની મુસ્લિમ બિરદારોએ દિલ ફાડી ખર્ચ કર્યો હતો. આજે આશુરામાં તાજિયા માતમમાં આવતા સર્વત્ર ગમગીની પથરાઇ હતી ખાસ કરીને શહેરની સરકારી હોસ્પિટલ પાછળ આવેલ ગરીબ સબીલમાં છેલ્લા દસ દિવસથી સલીમ સોલંકી, ઉસ્માન ગોગદા, અરશદ પરમાર, તોસિફ પરમાર, રાહીલ ગોગદા, ફેઝલ સિપાઇ, એઝાઝ માલવીયા, યાસીન મેહતમ, ઇકબાલ ગોગદા, કલીમ સોલંકી, રિઝવાન ફકીર, આસિફ ગોગદા, આરીફ કટારીયા, અબ્દુલ ગોગદા, મોહંમદ ગોગદા, વસીમ સોલંકી, અસલમ ગોગદા, અમીન મેમણ, અશફાક સોલંકી સહિતનાં કાર્યકરોએ દસ દિવસ વિવિધ પ્રકારની ન્યાઝ બનાવી વહેંચી બાળકોથી મોટી વયના લોકોને ખુશખુશાલ કરી દીધા હતા. આમ જસદણના વિવિધ વિસ્તારોમાં રહેતા સુન્ની મુસ્લિમ બિરદારોએ પોત પોતાના ગજા પ્રમાણે નાત જાતના ભેદભાવ વગર મોહર્રમના દસ દિવસમાં ખાસ કરીને શ્રીમંતોએ લાખો રૂપિયાનો ખર્ચ હઝરત ઇમામ હુસેનની યાદમાં કરી આજે શુક્રવારે ધંધા રોજગાર બંધ પાળી કરબલાના બોતેર જાંબાઝ વિરોને આંસુની અંજલિ અર્પણ કરી હતી.

(11:35 am IST)