Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ઉનાથી ગુપ્ત પ્રયાગ સાઇકલ યાત્રા

ઉના : શહેર યુવા મોરચા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવની-મેરેથોન સાયકલ યાત્રા ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા ભવન થી ગુપ્ત પ્રયાગ સુધી સાયકલ યાત્રા તેમજ વૃદ્ઘાશ્રમ માં વૃધ્ધોને ફળાહાર કરાવ્યો સાથે શ્રવણ મહિનાની મોટી અગિયારસ હોઈ તો મહાપ્રભુજીના દર્શનનો પણ લાભ લીધેલ હતો. આ સાયકલ યાત્રા ઉના શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણીયાની આગેવાની હેઠળ યુવા મોરચાના હોદ્દેદારો મહામંત્રી કિરીટભાઈ વાજા, ઉપ.પ્રમુખ હિતેશભાઈ દિવેચા,ભોનેશભાઈ, લલિતભાઈ, લાલજીભાઈ, કિશનભાઈ મકવાણા,જલપેશ વાજા,પીયૂષભાઈ જાની,હિરેન સોલંકી તમામ બહોળી સંખ્યામાં યુવા કાર્યકર્તા મિત્રોએ નવા ઉત્સાહ અને જોસ- જુસ્સાથી ૧૫ કિલોમીટર સાઈકલ યાત્રામાં જોડાયા હતા. સાઇકલ યાત્રાનો પ્રારંભ થયો તે તસ્વીર.

(11:34 am IST)