Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સોમનાથ દાદાની દિવ્યતા-ભવ્યતામાં વધારો : નરેન્દ્રભાઇના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ

અમિતભાઇ શાહ, વિજયભાઇ રૂપાણી, જી.કિશન રેડ્ડી, નિતીનભાઇ પટેલ, જવાહરભાઇ ચાવડા સહિતની ઉપસ્થિતી

(દિપક કક્કડ-દેવાભાઇ રાઠોડ-મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૨૦ : શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિકાસ કાર્યોનું બપોરે ૧૧ વાગ્યે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, કેન્દ્રીય પ્રવાસન મંત્રી, જી. કિશન રેડ્ડી, કેન્દ્રમાં રાજ્યના ટુરીઝમ વિભાગના મંત્રી શ્રીપદ યશો નાયક અજય ભટ્ટ, જવાહરભાઇ ચાવડા, વાસણભાઇ આહિર, રાજેશભાઇ ચુડાસમા સહિતના જોડાયા હતા.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સચિવ પ્રવિણ લહેરીએ જણાવ્યું હતુ કે, ભારતના વડાપ્રધાન લહેરીએ જણાવ્યું હતુ કે, 'ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે આગામી ૫૦ વરસમાં સોમનાથ મંદિરનો ઝડપી વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવેલ છે. જેમાંના ૧૬ પ્રોજેકટો આઇકોનીક દ્રષ્ટીએ તેમની સમક્ષ મુકાયા છે. જે ક્રમશઃ સાક્ષર થતા સોમનાથ ર્તીથની દિવ્યતા -ભવ્યતામાં ઉમેરો થશે.

જેમાં જેનું લોર્કાપણ થઇ રહ્યું છે તે સમુદ્ર દર્શન વોક-વે કે જે રૂપિયા ૫૦ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. જે દોઢ કિલોમીટર લાંબો અને ૨૮ ફૂટ પહોળો એવા આ વોકવે ઉપર સાયકલીંગ-ધાર્મિક દિવાલ ચિત્રોનું શુસોભન -સ્વચ્છતા -પર્યાવરણની જાળવી સમાન ખાણીપાણીના ૧૫૦ જેટલા સ્ટોલો સમુદ્ર દર્શનનો અદ્ભૂત નજારો યાત્રિકો-પ્રવાસીઓને યાત્રિકોને મુંબઇના મરીન ડ્રાઇવ જેવી અનુભૂતિ આપશે. ટ્રસ્ટ તરફથી આ વોક વે સુવિધાની ટોકન પ્રવેશ ફી માત્ર પાંત રૂપિયા જ રહેશે જે બે કલાકના દર હશે. તેમાં પણ ૧૦ વરસ સુધીના બાળકો અને શાળાના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ મળશે સાથો સાથ દરિયાઇ પટ્ટી ઉપર આધુનિક વેચાણ કેન્દ્રો માટે દુકાનો પણ ૧૫૦ જેટલી ફાળવાઇ હોય જેથી સ્થાનિક રોજગારીના દ્વાર ખુલશે.

જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ સહિત ગીર સોમનાથ જીલ્લાની પોલીસ તથા પોલીસના ઉંચ્ચ અધિકારીઓનો કડક બંદોબસ્ત વ્યવસ્થાઓ ગોઠવાયેલ છે.

સોમનાથ ખાતે સાકાર થયેલી અને આગામી વરસોમાં સાક્ષર થનારી યોજનાઓને કારણે સોમનાથ ર્તીથ આધ્યાત્મિક ધાર્મિક તેમજ ભકિત -સૌંદર્ય શુસોભીત વિશ્વના તીર્થ શ્રેષ્ઠના નકશામાં ઉમેરો થશે અને ગુજરાતની યશકલગી તથા સોમનાથ મંદિરની પ્રાચીન જાહોજલાલી ઝળહળતી થશે.

(11:02 am IST)