Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સલાયામાં પોલીસ અને આમ જનતા વચ્‍ચે કોઇ મામલે ઘર્ષણ સર્જાયુ

ખંભાળીયા  : સલાયા ગામે આજે મોડી રાત્રે કોઇપણ કારણસર પોલીસ અને પ્રજા વચ્‍ચે ઘર્ષણ  થયેલ. મામલો ઉગ્ર બનતા પ્રજાએ પોલીસ ઉપર હુમલો કરતા એક પોલીસમેનને તથા મહિલા પીઆઇને ઇજા થતા સારવાર માટે ખંભાળીયા હોસ્‍પીટલે ખસેડેલ છે.

પોલીસ જીપમાં તોડફોડ કર્યાનું ગાડી ઉંઘી વાળી દીધાનું જાણવા મળેલ છે.

ગૃહમંત્રીશ્રી આ વિસ્‍તારની મુલાકાતે છે. ત્‍યારે આ ઘટના બનતા દોડધામ મચી ગઇ છે. બે ડીવાયએસપી દોડી ગયા છે. બીન સતાવાર રીતે જાણવા મળેલ છે કે તાજીયા પ્રશ્‍ને કોઇ માથાકુટ થયેલ છે.

(11:55 pm IST)