Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોડીરાત્રે ગોંડલના દેરડી અને ધરાળા પંથકમાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ

ભારે વરસાદને પગલે સ્થાનિક નદીમાં ધોડાપૂર : નદી કાંઠાના ખેતરોમાં મોટાપાયે જમીનના ધોવાણની ભિતી

રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના દેરડી અને ધરાળા પંથકમાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા  સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીમાં ધોડાપૂરની સ્થતિ સર્જાઇ.જેના પગલે નદી કાંઠાના ખેતરોમાં મોટાપાયે જમીનના ધોવાણની ભિતી છે.

જોકે ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.સાથે જ પાણીના અભાવે સુકાઇ રહેલા પાકને જીવનદાન મળ્યું છે

(11:51 pm IST)