Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

અમરેલીના લીલીયામાં માત્ર 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો : સર્વત્ર જળબંબાકાર : નાવલી નદીમાં ઘોડાપૂર

--નાવલી નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો: ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે

અમરેલી ના લીલીયામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. લીલીયા તાલુકામાં માત્ર 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઇ છે સાથે જ લીલીયાની નાવલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે અને નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો થયો છે.

(9:27 am IST)