Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબી જિલ્લાકોંગ્રેસ ભાજપની જન આશિર્વાદ યાત્રા સામે ‘ ન્યાય યાત્રા’ યોજશે

મોરબી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં કોંગ્રેસની સરકાર બનશે તો કોરોનાનાં મૃતકોના પરિવારને ૪-૪ લાખની સહાય આપશે તેવી જાહેરાત કરાઈ:મોરબીમાં કોંગ્રેસની કારોબારી યોજાઈ, કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી સરકારની નિષફળતાને ઉજાગર કરશે

મોરબીમાં ગઇકાલે  કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, ધારાસભ્ય મહંમદ જાવીદ પીરજાદા, લલિતભાઈ કગથરા, ટંકારા તાલુકાના કોંગ્રેસ અગ્રણી ભુપતભાઇ ગોધાણી, મોરબીના કોંગ્રેસ અગ્રણી કે.ડી.પડસુબીયા, હરદેવસિંહ જાડેજા, નયનભાઈ અધારા, ધર્મેન્દ્રભાઈ વિડજા, ડો.રાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ભાજપની જન આશિર્વાદ યાત્રા સામે સરકારની નિષ્ફ્ળતા ઉજાગર કરવા રક્ષાબંધન પર્વ બાદ કોવિડ ન્યાય યાત્રા યોજવા જાહેરાત કરી છે.

મોરબીના બાયપાસ પાસે આવેલ.પાટીદાર હોલ ખાતે યોજાયેલી કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં એક જ એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં આગામી સમયમાં રક્ષાબંધન પછી કોવિડ-19 યાત્રા કાઢવામાં આવશે.જેમાં ન્યાય યાત્રા નામથી આ યાત્રા કાઢી આખા જિલ્લામાં ફરશે અને કોરોના કાળમાં સરકારની ક્ષતિઓ અંગે લોકોને જાગૃત કરાશે. આ તકે વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરજાદાએ કહ્યું હતું કે, બુથ કમિટીને સજીવન કરવી પડશે.નાનામાં નાના લોકોની સમસ્યા ઉકેલી શકીશું તો જ વિશ્વાસ કેળવીને આપણે આગામી ચૂંટણી જીતી શકીશું.તેમજ લલિતભાઈ કગથરાએ કહ્યું હતું કે, કોરોનાની સૌથી વધુ અસર મોરબી જિલ્લામાં થઈ હતી. તેથી ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળશે. તેઓએ કોરોના કાળમાં નિષફળ રહેવા છતાં જન આશીર્વાદ યાત્રા કાઢી હોવાનું જણાવી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસની યાત્રામાં ઘરે ઘરે ફરી કોરોનાના મૃતકોના પરિવારને ૪ લાખની સહાય મળે તેવા પ્રયાસો કરાશે.
વધુમાં તેઓએ મોંઘવારી અને કોરોનામાં સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા, દરેક કાર્યકરોને જાગૃત થવા, જાગૃત થવા માટે રસ્તા ઉપર આવી કાર્યકમો કરવાની હાકલ કરી હતી. તેમજ ૨૦૨૨ માં આપણી સરકાર આવશે તો કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ૪-૪ લાખ આપશે તેમજણાવ્યુ હતુ જ્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલે હતાશા ખખેરી કામ કરવા અને યોગ્ય કામ કરશે તેને હોદા મળશે તેમ જણાવી કોંગ્રેસી કાર્યકરોમાં જોમ ભર્યું હતું.

(10:53 pm IST)