Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ટંકારાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વોરીયર્સનું બહુમાન કરાયું

ટંકારા તાલુકાના લજાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વોરીયર્સનું બહુમાન કરવામાં આવ્યું ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા જીલ્લા પ્રમુખ લાલજીભાઈ મહેતા, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ બી ડી કોટડીયા, માજી સરપંચ અંબારામભાઈ મસોત્ત, મામાદભાઈ રઘૂભા ઝાલા, નાનજીભાઈ સોલંકી, વિનોદભાઈ પટેલ, જગદીશભાઇ વામજા, જીલુભાઈ મસોત્ત તથા લજાઈ ગામેના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
કોરોનાની બીજી લહેરમાં પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર સાચા અર્થમાં માનવ સેવા એજ પ્રભુ સેવા એ સાર્થક કરી બતાવ્યું તે બદલ લજાઈના આગેવાનોએ કોરોના વોરીયર્સનો આભાર માન્યો હતો અને તેમને આપેલી સેવાઓને બિરદાવી હતી સમારોહને સફળ બનાવવા લજાઈ પી એચ સીના ભાસ્કરભાઈ વીસોડિયા (નોડલ ઓફિસર )કોમ્યુનિટી હેલ્થ ઑફિસર પ્રતીકભાઈ ફુલતરિયા ,ફાઇનાન્સ ઓફિસર અજયભાઈ ગરચર, મનુભાઈ મસોત્ત, જનીભાઈ તથા તમામ સ્ટાફ અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા, સંજયભાઈ મસોત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

(10:33 pm IST)