Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

જૂનાગઢમાં જુના તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પાંચ હથિયાર અને ૮ ગેસ સીલીન્ડરની ચોરી

બાકોરૂ પાડીને મુદામાલ રૂમમાંથી હાથફેરો

જૂનાગઢ, તા.૨૦: જૂનાગઢમાં જુના તાલુકા પોલીસ સ્ટેશનમાંથી તસ્કરો પાંચ હથિયાર અને ૮ ગેસ સીલીન્ડરનો મુદામાલ ચોરી જતાં શહેરીજનોનાં જાનમાલની સુરક્ષા સામે સવાલ ઉઠયા છે.

જૂનાગઢમાં સુખનાથ ચોક પાસે કુંભારવાડામાં આવેલ જુના તાલુકા પોલીસ સ્ટેશનના મુદામાલની રૂમની દિવાલમાં બાકોરૂ પાડીને તસ્કરો ખાબકયા હતા.

તસ્કરો બિન્દાસપણે એલ્યુમિનિયમના ડબામાંથી રૂ.૪૪૦૦ની કિંમતના પાંચ હથિયાર અને રૂ.૧૬ હજારની કિંમતના ૮ગેસ સીલીન્ડર મળી કુલ રૂ.૨૦,૪૦૦ની કિંમતનો મુદામાલ ચોરીને તસ્કરો નાસી ગયા હતા.

આ અંગેની જાણ થતા તાલુકા પી.એસ.આઇ. પી.બી કકકડે જૂનાગઢ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ મુદામાલ ચોરને પકડવા માટે ધંધે લાગી છે. પોલીસ સ્ટેશનમાં જ મુદામાલ સુરક્ષિત ન હોય પછી પ્રજાની સલામતી કેમ જળવાય તેવો સવાલ આમ જનતામાંથી ઉઠયો છે.(૨૩.૯)

(3:44 pm IST)