Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સમાજવાદી પાર્ટી લોકસભાની ચુંટણીય ગુજરાતની તમામ બેઠકો ઉપર લડશે : જામજોધપુરમાં મિટીંગ નિર્ણય

 જામજોધપુર તા. ૨૦ : સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જોડાયેલ ૮ રજવાડી હોટલ મુકામે  સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના જીલ્લા પ્રમુખો અને હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી જેમા વિવિધ જીલ્લાના પ્રમુખો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.   અને સંગઠન ને વધુ માં વધુ  ગુજરાતમાં મજબુત બનાવવા  માર્ગદર્શન આપ્યુ હતુ. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સમાજવાદી પાર્ટીના, સુરેન્દ્રસિંહ યાદવ , પ્રવકતા શૈલેષ જોષી   ગુજરાત પ્રદેશ  મહિલા પ્રમુખ નયનાબેન પરમાર  પ્રદેશ સચિવ દિલીપ લાડાણી ઉપસ્થિત રહયા હતા અને આ તકે પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રસિંહ યાદવ દ્વારા આગામી લોકસભાની તમામ ગુજરાતની બેઠકો પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારી ચુંટણી  લડશે તેવી જાહેરાત  પત્રકાર પરિષદ કરેલ હતી. તેમજ ગુજરાત સૌરાષ્ટ્રમાં નવા હોદ્દેદારોની પણ પત્રકાર પરિષદમાં જાહેરાત કરેલ.  

(11:37 am IST)