Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ધોરાજીઃ પ્લાસ્ટિક ઉદ્યોગને સોલાર સીસ્ટમમાં સબસીડી આપવા માંગણી

ધોરાજી, તા.૨૦: પ્લાસ્ટીક ઉદ્યોગને સોલાર સીસ્ટમમાં સબસીડી આપવા માંગણી ઉઠી છે.

દેશમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવાની કામગીરી આજથી ૪૦ વર્ષ પૂર્વ ધોરાજીથી ચાલુ થઇ જેમાં ધોરાજીના લોકોએ પોતાની આગવી કોઠાસુઝથી વેસ્ટ પ્લાસ્ટીકમાંથી રીસાયકલીંગ કરી પ્લાસ્ટીકની દોરી, નાળા, કેન પટી, પાઇપો જે ખેતીમાં સીંચાઇમાં ઉપયોગ લેવામાં આવે છે તે તેમજ અન્ય ગૃહઉપયોગી ચીજ વસ્તુ વેસ્ટ પ્લાસ્ટીકમાંથી બનાવામાં આવે છે. આ ઉદ્યોગને વિજળી જ મોંઘી પડે છે. જેથી સૌરાષ્ટ્રમાં ધોરાજીના રાજેશભાઇ કાતરીયાએ લાંબા સમય સરકારી તંત્રમાં ધકકા ખાઇને પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં સોલાર રૂફટોપ સિસ્ટમ બેસાડી સુર્યશકિતનો લાભ લેવા પહેલ કરી છે. અને ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા પ૦ ટકા તેમાં સબસીડી નથી મળતી, પ્લાસ્ટીક રીસાયકલીંગ ઉદ્યોગ એ સમગ્ર દેશમાંથી પ્લાસ્ટીક વેસ્ટ ધોરાજીમાં આવે છે. આ પ્લાસ્ટીક ૨૦૦ વર્ષ સુધી નાશ પામતું નથી જેથી તેનો ઉપયોગ રીસાયકલીગ. આ ઉદ્યોગથી હજારો લોકોની રોજી રોટી નભે છે.

(11:34 am IST)