Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વાંકાનેરની લીટલ ટ્રી સ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વ

વાંકાનેર : ભુલકાઓની લીટલ ટ્રી સ્કુલમાં ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ સ્કુલના બાળકો દ્વારા દેશભકિતના કાર્યક્રમમાં નાના નાના બાળ વિદ્યાર્થીઓએ દેશને આઝાદી અપાવનારા આપણા લડવૈયા યોધ્ધાઓ, શાંતિ અને ભાઇચારા સાથે એકતાના દર્શન સહિતના વેશ ધારણ કરી ખરા અર્થમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. જે તસ્વીરોમાં નજરે પડે છે.

(10:55 am IST)