Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સંચારી રોગોને નિયંત્રણમાં રાખવા સબંધિતોનું સુસંકલન જરૂરીઃ જિલ્લા કલેકટર રેમ્યા મોહન ભુજ ખાતે સંચારી રોગો સંકલન સમિતિની બેઠક મળીઃ નવા સભ્યોની નિમણુંકને બહાલી અપાઇ

ભુજ, તા.૨૦: પ્રવર્તમાન ચોમાસાને અનુલક્ષીને દુષિત પાણીના કારણો થતો રોગચાળો અટકાવવા અને સલામત પાણી પુરવઠો પુરો પાડવા જિલ્લા કક્ષાની સંચારી રોગો સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને ખાતે મળી હતી.

અધ્યક્ષીય સંબોધન કરતાં કલેકટર રેમ્યા મોહને સંચારી રોગોને નિયંત્રણમાં રાખવા સબંધિતોનું સુસંકલન જરૂરી છે તેવું જણાવતાં વધુને વધુ જનજાગૃતિ, પ્રચાર પ્રસાર કામગીરી સુવ્યવસ્થિત થાય તેના પર ભાર મૂકયો હતો.

તેમણે પાણી પુરવઠા યોજનાના પાણીનું કલોરીનેશન પાણી પુરવઠા યોજના, પાઇપલાઇન તથા ગટર લાઇન અરસપરસ ન જોડાય જાય તે બબતે સતર્કતા, પાઇપલાઇન લીકેજીસની સત્વરે દુરસ્તી ટાંકાઓની નિયમિત સફાઇ, નગરપાલિકાઓ દ્વારા પીવાના પાણીના શુધ્ધિકરણ અન્વયે ફિલ્ટર પ્લાન્ટ, કલોરીનેશન સ્વચ્છતા જાળવણી, જંતુનાશક દવાઓનો છંટકાવ, દુષિત પાણી પીવાતું હોય તેવા ધ્યાન પાત્ર કિસ્સામાં તાકિદે વૈકલ્પિક વ્યવસ્થા, સડેલા શાકભાજી, અખાધ પદાર્થોનું વેચાણ ન થાય, નાશની સત્વરે કામગીરી બાબતે સેનીટેશન તથા ફૂડ એન્ડ ડ્રગ સાથેનો તાલમેલ, કમિશનરશ્રી આરોગ્યની સુચનાનુસાર નવા સભ્યોની નિમણુંક બહાલી આપવા વિગેરે બાબતે ઝીણવટભરી પૃચ્છા કરતાં સબંધિત વિભાગોની જવાબદેહિતા સુનિશ્ચિત કરી હતી.

બેઠકમાં ઉપસ્થિત ડીડીઓશ્રી પ્રભવ જોશી, સીડીએચઓ ડો.પંકજ પાંડે તથા તબીબોએ તેમના અનુભવીય, કારગત સુઝાવો રજુ કરતાં શકય તમામ પ્રયાસો કામગીરી, પ્રગતિમાં પ્રયોજવા સર્વાનુમતે નકકી કરાયું હતું.

બેઠકમાં સંચારી રોગોનુ વિસ્તૃત માહિતી, સમજ આપતું, અકસીર ઈલાજો દર્શાવતું પ્રેઝન્ટેશન સૌએ નિહાળ્યું હતું અને કચ્છ જિલ્લા સંદર્ભે શ્વાઇન ફલુ, બર્ડ ફલુ અન્ય સંચારી રોગોના ફેલાવાને મુળથી જ ડામવા સવિશેષ તકેદારી, સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી.

બેઠકમાં વાત્સલય, માં યોજનાના લાભાર્થીઓને આરોગ્ય સારવારનો વ્યાપ વધારવા ચર્ચા-વિચારણા કરાઇ હતી.

પ્રારંભમાં બેઠકનો હેતુ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.કુર્મિએ તથા ઉપસંહાર આભારદર્શન સીડીએચઓ ડો.પંકજ પાંડેએ કર્યુ હતું. (૨૩.૨)

(10:53 am IST)