Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગોડલ ઉબાળા રોડ વાડીમાં જુગારધામ ઝડપાયું :1,83 લાખના મુદામાલ સાથે છ પત્તાપ્રેમીઓ પકડાયા

ગોડલ ઉબાળા રોડ વાડીમાં જુગારધામ ઝડપાયું છે પોલીસે 1,83 લાખના મુદામાલ સાથે છ પત્તાપ્રેમીઓ પકડી લીધા છે ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એલ.સી.બી I/C પી.આઈ  જે.એમ.ચાવડા  માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.એમ.આર. ગોડલીયા,હેડ કોન્સ,અનીલભાઈ ગુજરાતી, મહીપાલસિંહ જાડેજા,રવીભાઈ બારડ PC જયુભા વાઘેલા , મનોજભાઈ બાયલ, દિવ્યેશભાઈ સુવાને મળેલ બાતમીના આઘારે ગોડલ ઉબાળા રોડ પાસે વિનોદ પોપટભાઈ પરમાર કુંભારની વાડીએ જુગારના અખાડામાં રેઈડ કરતા આરોપી  વિનોદ પોપટભાઈ પરમાર કુંભાર,ચંદુ કાનજીભાઈ વેકરીયા પટેલ, નીરંજની મહેશભાઈ રાવલ બાહ્મણ, જીતેશ ઘનજીભાઈ રૈયાણી પટેલ,ભાવેશ ઘનજીભાઈ રૈયાણી પટેલ,ગૈાતમ જયંતીભાઈ રૈયાણી પટેલ ( રહે.બઘા ગોડલ વાળા )જુગાર રમતા કુલ રોકડ ૫૭,૯૫૦ તથા મોબાઈલ નંગ ૭ તથા મો.સા નંગ.૫ સાથે કુલ મુદામાલ ૧,૮૩,૪૫૦  સાથે પકડી પાડી ગોડલ સીટી પો.સ્ટે આગળ ની કાર્યવાહી કરવા સોપી આપેલ હતા

(9:09 am IST)