Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

મોરબી જીલ્લામાં કોરોના સ્પેશ્યલ હોસ્પિટલ ચાલુ કરાવવા સિરામિક એસો,ની માંગણી

સિરામિક એસો દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆત

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્યારે મોરબી સિરામિક એસો દ્વારા જીલ્લા કલેકટરને પત્ર લખીને કોરોના સ્પેશ્યલ હોસ્પિટલ ચાલુ કરવાની માંગ કરી છે

મોરબી સિરામિક એસોના પ્રમુખો દ્વારા જીલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે કોરોના કહેર સતત વધી રહ્યો છે અને મોરબીમાં એકપણ ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ થવા માટેની સુવિધા નથી જેથી દર્દીઓને રાજકોટ દાખલ થવું પડે છે અને ત્યાં પણ જગ્યા મળવી મુશ્કેલ જણાય છે જેથી ઓદ્યોગિક નગરી મોરબીમાં સલામતી માટે એક ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર થઇ સકે તે જરૂરી છે જેથી આ અંગે તાકીદે યોગ્ય કરવા જણાવીને તાત્કાલિક એક હોસ્પિટલ જાહેર કરી ઓછામાં ઓછા ૨૫ બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.

(12:57 am IST)