Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ભુજના નિરોણા પંથકમાં રણતીડના આક્રમણને પગલે ખેડૂતોમાં ભય : છેલ્લા ૧૫ દિવસથી કચ્છના સરહદી પંથકમાં પાકિસ્તાનથી આવેલા રણતીડોનું સામુહિક આક્રમણ

(ભુજ) પાકિસ્તાનથી કચ્છમાં ઘુસેલા રણતીડના આક્રમણને છેલ્લા ૧૫ દિવસ થયા હજીયે રણતીડનો ખતરો ખેડૂતો ઉપર ઉભો જ છે. પહેલા લખપત, અબડાસા પછી નખત્રાણા, ભચાઉ, રાપર, ખાવડા અને હવે સતત નિરોણા પંથકને રણતીડ ધમરોળી રહ્યા છે. જોકે, તીડ નિયંત્રણ કચેરી જ્યાં જ્યાં રણતીડનું આક્રમણ થઈ રહ્યું છે, 

ત્યાં ત્યાં દવાનો છંટકાવ કરી રહી છે. પણ, લાખોની સંખ્યામાં ઉડતું રણતીડનું ટોળું સતત જગ્યા બદલી રહ્યું છે. હવે ફરી એકવાર નિરોણા પંથકમાં રણતીડોએ આક્રમણ કર્યું હોઈ ખેડૂતોમાં સતત ચિતાનો માહોલ છે. કચ્છમાં આ વખતે માંડ વરસાદ સારો છે,

 ત્યારે હવે તીડનો ભય પાકનો સોથ વાળી નાખશે એવા ઉચાટ સાથે ખેડૂતોમાં ભારે ચિતાનો માહોલ છે. તીડની આફતને હટાવવા સરકાર વધુ અસરકારક પગલાં સાથે ઠોસ કામગીરી કરે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

(5:44 pm IST)