Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

અમરેલીના બાબાપુર પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૪ ના મોત : ૩ ગંભીર

અમરેલી : અમરેલીમાં આજે બપોરે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

 પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના બાબાપુર પાટીયા પાસે આજે બપોરે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ૭ વ્યક્તિમાંથી ચારના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા અમરેલી તાલુકા પોલીસ અને અમરેલી ૧૦૮ની ટીમ તથા બગસરા ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:42 pm IST)