Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ગોંડલ-જામનગર-અમરેલીમાં ૧૮, મોરબી પ, ધોરાજીમાં ર કેસ

સૌરાષ્ટ્ર-કચ્છમાં મહામારીના કેસમાં ભારે ઉછાળો આવતા લોકોમાં ચિંતા

રાજકોટ, તા. ર૦ : આજે બપોરે ગોંડલ, જામનગર અને અમરેલીમાં એક સાથે કોરોનાના ૬-૬ પોઝીટીવ કેસ તથા મોરબીમાં પાંચ અને ધોરાજીમાં ર કેસ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

ગોંડલ

ગોંડલ : ગોંડલમાં આજે વધુ ૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે બે કેસ માંડણકુંડલામાં નોંધાયા છે.

ગોંડલમાં વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. બે કેસ માંડણકુંડલામાં તથા એક કેસ નારાયણનગર અને એક કેસ કૈલાશ બાગમાંથી સામે આવ્યો છે.

જામનગર

જામનગર : જામનગર શહેરમાં એક જ પરિવારના ૬ સભ્યોને કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

વસુમતીબેન કંસાર વર્ષ ૭પ, તન્વીબેન હિતેશભાઇ વર્ષ ૪૦, હિતેશભાઇ કંસારા વર્ષ ૪૭, ખુશી કંસર વર્ષ ૧૭, ઋષિ કંસારા વર્ષ ૧૪, વૃંદા કંસારા વર્ષ ર૦ (રહે. તમામ પપ દિગ્વીજય પ્લોટ, જામનગરને સારવાર માટે ખસેડયા છે.

અમરેલી

અમરેલી : અમરેલી જીલ્લામાં આજે છ પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં સાવરકુંડલા, લાઠી, તરવડા, ધારી, ખાંભા, ઇંગોરોળાના વ્યકિતના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

મોરબી

મોરબીઃમોરબી તાલુકાના જેતપર ગામમાં સોનિવાડી શેરીમાં રહેતા ૬૬ વર્ષના વૃદ્ઘ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમનું સેમ્પલ રાજકોટ સેલસ હોસ્પિટલમાં લેવાયું હતું. તેમજ મોરબીના સદભાવના હોસ્પિટલમાં લેવાયેલા સેમ્પલ માંથી મોરબી શહેરની પારેખશેરીમાં આવેલી ડો.શિવા શેરીમાં રહેતા ૫૪ વર્ષના પુરૂષ અને ૬૧ વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ મોરબી શહેરના કાયાજી પ્લોટ-૨માં મોમાઈ કૃપામાં રહેતા પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ૪૫ વર્ષના પુરુષ અને ૪૧ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. આમ સોમવારે ૧૨ વાગ્યા પહેલા એક ભવાની ચોકમાં રહેતા ૫૬ વર્ષના આધેડ બાદ ઉપરોકત પાંચ નવા કેસ નોંધાયા છે. જેમના સેમ્પલ અમદાવાદ ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે આજે સોમવારે બપોરે ૧.૩૦ કલાક સુધીમાં નવા છ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજના નવા કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૮૦ થઈ ગયો છે.

ધોરાજી

ધોરાજીઃ ધોરાજીમાં કોરોનાના વધુ ૨ કેસ પોઝીટીવ આવ્યા છે.ધોરાજીમાં રોગચાળાની સદી વટાવતો કોરોના નો વ્યાપ ૧૦૩ થયો છે. (૧) ધોરાજી ના બહારપુરા વાલ્મીકિ વાસ ખાતે૨૫ વર્ષની યુવતીને કોરોના પોઝીટીવ નોંધાયો.(૨) ધોરાજીના નદી બજાર યતીમખાના ગલી વિસ્તારમાં ૨૩ વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.અત્યાર સુધીમાં કુલ ૫ના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

(4:27 pm IST)