Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સાવરકુંડલા વિદ્યુતનગરમાં સીસી રોડનું ખાતમુહૂર્ત

 સાવરકુંડલાઃવિદ્યુતનગર માં સી સી રોડનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ચંદ્રેશભાઈ રવાણી હસ્તે ખાતર્મુહત કરવામાં આવેલ છે.કોગ્રેસ શાસિત સાવરકુંડલા નગર પાલિકા ના સતા ધીશો એ સાવરકુંડલા શહેરમાં અનેક વિકાસ કર્યો કરેલ છે હજુ પણ વિકાસ કામો કરવાનુ શરૂ જ છે આજરોજ સાવરકુંડલાના વિધુત નગરમાં અશ્વિનભાઈ ઉપાધ્યાયના ઘર પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઈ રવાણીના હસ્તે સી સી રોડનું ખાતર્મુહત કરવામાં આવતાઙ્ગ વિધુત નગર અને ગાયત્રી સોસાયટી માં કોંગ્રેસી શાશનની પ્રસંશા થવા લાગી હતી. આ ખાતર્મુહુત પ્રસંગે નાગરિક બેંક ના ચેરમેન અશ્વિનભાઈ ઉપાધ્યાયઙ્ગ નગર પતિ વિપુલભાઇ ઉનાવાઙ્ગ શહેર કોંગ્રેસ પ્રમુખઅને નગર સેવક કિરીટભાઈ દવે નગર સેવક હિતેષભાઈ સરૈયા હસુ બગડા ચંદ્રેશ રબારી તેમજ સ્થાનિક સોસાયટીના રહીશો હાજર રહેલ હતા.(

(1:26 pm IST)