Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

પોરબંદરમાં રણ અને ખીજડી પ્લોટમાં બુરાણ વધ્યું દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાણી ભરાવવાનો પ્રશ્ન

પોરબંદર,તા.૨૦ : રણ વિસ્તાર અને ખીજડી પ્લોટમાં બુરાણ વધતા ચોમાસામાં નજીકના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાણી ભરાવવાનો પ્રશ્ન રહે છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ વિકાસ ઝંખે છે. ત્યારે આજે અવદશા બેઠી છે.

રાજવી  નટવર સિંહજી એક પ્રકૃતિ પ્રેમી અને રમત-ગમત વિકાસ પ્રેમી શિક્ષણ પ્રેમી કે દેશી વિદેશી રમત ના પ્રોત્સાહિત તથા શોખીન હતા તેટલુંજ નહિ પણ સાથે તેનો પૂરતો વિકાસ કરતા તેઓ સંગીત પ્રેમી પણ તેટલાજ હતા. અને તેનો વારસો પોરબંદર ની પ્રજા ને આપી ગયા છે. સુખ ચેન સાથે પ્રજા ભોગવે છે અને યાદ કરીને માને છે. રમત ગમત માં ક્રિકેટ શોખ અને અનહદ ક્રિકેટ પ્રેમી જેના કારણે  જૂનું ચોપાટી અને લોક મેલા ગ્રાઉન્ડ તેમજ હાઇવે રોડ રણની સામે દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેતે સમયની સર્વશ્રેષ્ઠને નંબર વન દુલીપ ક્રિકેટ સ્કૂલની સાકાર કરી અને અનેક ખેલાડીઓ સ્થાનિક તેમજ ટેસ્ટ મેચ ની અનેક ખીલડીઓ એ અહી તૈયાર થયા અને થાય છે. સિટી સરવે નંબર   અનામત છે. તેનો વિકાસ  હેતુ ભંગ કરીને રૃંધાવી નાખ્યો અને ગ્રાઉન્ડ રફેદફે કરવા ની કસરત કરાવે છે ઉદાહરણ તરીકે પોરબંદર પોલીસ હેડ કવાર્ટસ ગ્રાઉન્ડ જે તે સમયે પોરબંદર જૂનાગઢ જિલ્લામાં હતું ત્યારે જિલ્લા કલેકટરએ ખસેડવા હુકમ અને મૂળભૂત સ્થિતિ જાળવવા હુકમ કરેલ. જે સુપ્રીમ કોર્ટ સુધી લડત માન્ય રહી. નગરપાલિકા મૌન છે.

સને ૧૯૫૯ તથા ૬૦ માં પોરબંદર ના રાજવીએ નગરપાલિકાના જે તે સમયના લોકપ્રિય પ્રમુખ સ્વ. ડો. બી ડી ઝાલા ના શાસનમાં વિનામૂલ્યે દુલિપ ગ્રાઉન્ડનું કબજો નગરપાલિકાના સોંપ્યું. અને નગરપાલિકાએ વિકાસ પણ શરૂ કરેલો નગરપાલિકાનો અને નગર પાલિકાનો સ્ટાફ અને પ્રજાજનોના બાળકો આ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા આ ગ્રાઉન્ડ ઉપર રણજી ટ્રોફી અને અન્ય ફ્રેન્કલી મેચો પણ રમાણા છે. જે તે સમયે કેન્દ્ર સરકાર રમત ગમત મંત્રી માધવ રાવ સિંધિયા તેમજ હરિભાઈ તાજાવાલા તથા સ્વર્ગવાસી ધારાસભ્ય અને મંત્રી વિધાનસભા સ્પીકર એડવોકેટ શશીકાંત લાખાણીએ ભરપૂર પ્રયત્ન કરેલ અને કેન્દ્ર સરકારને ગ્રાઉન્ડ વિકસાવા રાજી કરેલ પરંતુ નગરપાલિકાના વિઘ્નસંતોષી અને અણસમજ ધરાવતા સ્થાપિત હિતો એ જે તે સમયના પ્રમુખ ને આડુ અવળુ સમજાવી વિકાસ થવામાં અવરોધો કર્યો તેના કારણે દિલીપ ગ્રાઉન્ડ નો વિકાસ રોકાયો.

 પોરબંદરના ક્રિકેટ ગ્રાઉન્ડ નો લાભ બેઠે રાજકોટ ને મળી ગયો આજે વર્લ્ડ ક્રિકેટ કપ ત્યાં રમાય છે હાલ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ વિકાસ ઝંખે છે અને તે દિશામાં પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને પોરબંદર ક્રિકેટ એસોસિએશન જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે સંકળાયેલ છે અને હાલના પ્રમુખ રણછોડભાઇ શિયાળના નેજામાં વિકસિત થઇ રહ્યું છે ત્યારે આ ગ્રાઉન્ડમાં હાલ પીચ સ્ટેડિયમ તથા લોન યાને કે લીલી જારી વિગેરે પાથરી પરંતુ હાલ રણ અને ખીજડી પ્લોટઙ્ગ બુરાતા તેના  દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની અવ દશા બેઠી છે અને પાણી ભરાણા છે સ્વર્ગસ્થ રાજવીએ નટવરસિંહજી સ્પોર્ટ્સ કલબની ભેટ આ પોરબંદર ની પ્રજા ને ભેટ આપી આ કલબ આજે આ કલબ ના કમ્પાઉન્ડના પાણી ભરાય છે તેનો નિકાલ થતો નથી અત્યારે બે ટ્રેકટર મૂકયા છે તોય પાણીની નિકાલ નથી. એક સમય એવો હતો કે નટવર સિંહજી કલબ માં શહેરના મહાનુભવો ભેગા થતા ત્યારે શહેરના વિકાસની અને રાજકારણના અને ચૂંટણી તખ્તની આની ગોઠવણી થતી અને તેની અસર શહેરમાં રહેતી. નટવરસિંહજી કલબના સભ્યોને વર્ચસ્વ હતું.

પોરબંદરના વિકાસની કોઈ ચર્ચા થતી નથી માત્ર મતલબ કે પોરબંદર શહેરનો વિકાસ હોઠે છે પણ હૃદય માં નથી માત્ર દંભ જ છે આ સંસ્થાઓ કલબો છે તેના મોભીઓ નિસ્વાર્થ રીતે આગળ આવવું જોઈએ અને સંકલન કરી પુન પોરબંદરને સુરખાબિ નગરી તેમજ સ્વેચછ નગરી નુ ગૌરવ પ્રદાન કરાવે તે જરૂરી બન્યું છે.

(1:24 pm IST)