Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ધોરાજી દરગાહ ગ્રાઉન્ડ ખાતે ગંદકીના ગંજઃ હિન્દુ-મુસ્લિમ સમાજમાં રોષ

ધોરાજી, તા.૪: ધોરાજીના હઝરત ખ્વાજા સાહેબની દરગાહ ની સામે ઉર્સ ના મેળા ગ્રાઉન્ડ માં છેલ્લા દ્યણા સમયથી કાદવ-કીચડ અને ગંદકીના કારણે હિન્દુ મુસ્લિમ વિસ્તાર ના ધાર્મિક સ્થળો દર્શન કરવા તેમજ નમાજ પડવા જતા બન્ને સમાજના લોકોમાં રોષ ફેલાયો છે આ સમયે ધોરાજીના ખ્વાજા સાહેબ ના મેળા ગ્રાઉન્ડ ખાતે છેલ્લા દ્યણા સમયથી કાદવ કીચડ અને ગંદકી ના કારણે રોગચાળાનો પણ ભય ફેલાયો છે હાલમાં કોરોના મહામારી ના સમયમાં રાજય સરકારે પણ સ્વચ્છતા ઉપર ભાર મૂકયો છે પરંતુ ધોરાજી નગરપાલિકા દ્વારા આ પ્રકારનો કાદવ-કિચડ અને ગંદકી ઉપાડવામાં નથી આવતી તેનો આ જાગતો પુરાવો છે

હઝરત ખ્વાજા સાહેબની દરગાહ ની બિલકુલ સામે મેળા ગ્રાઉન્ડમાં આ પ્રકારનો કાદવકીચડ  અને ગંદકીને કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ આ વિસ્તારના મુસ્લિમ સમાજનું આસ્થાનું પ્રતિક એવું હઝરત ખ્વાજા સાહેબની દરગાહ આવેલી છે તેમજ મસ્જિદ પણ આવેલી છે અને હિન્દુ સમાજનું રામદેવજી મહારાજનું મંદિર ભરવાડ પા વિસ્તારમાં પરબની જગ્યા અને શિવજીનું મંદિર રામજી મંદિર આવેલા છે તેમજ ધોરાજીના હિન્દુ સમાજના લોકોનું અવસાન થતું હોય  ત્યારે સ્મશાન યાત્રા પણ આ જ માર્ગથી નીકળે છે સોનાપુરી નો રસ્તો પણ આ જ માર્ગે છે આવા સમયે ધોરાજી નગરપાલિકા કાદવ-કીચડ નહી ઉપાડતા હાલના કોરોના મહામારી ના સમયમાં લોકો માં ભઈ ફેલાઈ રહ્યો છે અને જો રોગચાળો વધશે તો આ વિસ્તારના ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે જેથી કરીને તાત્કાલિક ધોરણે આ પ્રકારનો કાદવ-કીચડ તાત્કાલિક ઉપાડે અને ગંદકી સાફ કરે તે બાબતની હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ માગણી મૂકી છે .

(1:21 pm IST)