Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

હાર્દિક પટેલ સાથે કાર્યકરો મંદિરમાં મોબાઇલ લઇ જતા જોવા મળ્યાઃ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ?

વેરાવળ તા. ર૦ :.. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે શ્રી સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યા હતાં.

કોંગ્રેસના કાર્યકારી  અધ્યક્ષ હાર્દિક પટેલે સોમનાથદાદાના દર્શને પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મંદિરમાં મોબાઇલ લઇ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગીર સોમનાથ જિલ્લા ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા ભીખાભાઇ જોશી સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતાં.

હજારો યાત્રિકો સોમનાથ દર્શન પહોંચતા હોય ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ સુવિધા દ્વારા જે સોશ્યલ ડીસ્ટન્સ અમલવારી  થતી હોય તે અમલવારી આજે હજારોની કતારોમાં સોશયલ ડીસ્ટન્સનો ભંગ થયાનું ચર્ચાય છે.

(1:17 pm IST)