Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

આજે સોમવતી અમાસઃ ગોંડલના શિવાલયોના દર્શનઃ કાળા તલ ચડાવવા અતિ શુભ

ગોંડલઃ આજે અષાઢ મહિનાનો અંતિમ દિવસ છે એટલે કે સોમવતી અમાસ છે કાલથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. મહાદેવજીના મંદિરો પૂર્વ (ઉગમણી) દ્વારના હોય છે પણ જેમાં અમુક જ મંદિરો પશ્ચિમ (આથમણી) દ્વાર છે જેમાં જલાધારી (ગૌમુખી) હમેંશા ઉતર દિશામાં જ હોય છે કારણ કે ઉતર દિશામાં પવિત્ર પાવનકારી ગંગા અને શિવશકિતના નિવાસ સ્થાન કૈલાસ પર્વત આવેલ છે જેથી જે કોઇ ભાવિકો જલાભિષેક કરે તે જલ ઉતર દિશામાં વહેતું રહે છે. ગોંડલના બન્ને પ્રાચિન શિવ મંદિરો છે પ્રથમ સુરેશ્વર મહાદેવનું મંદિર પૂર્વ (ઉગમણી) દિશાનું છે જે દિપમાલાથી શણગારેલ છે જયારે બીજુ કબેરપરીનું કાશિવિશ્વનાથ મંદિર પશ્ચિમ (આથમણી) દિશાનું છે જે બન્નેની જલાધારા (ગૌમુખી) ઉતર દિશા તરફ વહે છે. બન્ને મંદિરો રાજાશાહી યુગના પૌરાણીક છે. શિવમંદિરની પશ્ચિમી દ્વારની સ્થાપના બહુજ જુજ જોવા મળે છે. અમાસના દિવસે શિવલીંગ કાળા તલ ચડાવવા અતિ શુભ ગણાય છે. તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ

(11:56 am IST)