Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ટંકારામાં ૧ ઇંચ વરસાદઃ તાલુકામાં હળવા ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ તા. ર૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. અને હળવા-ભારે ઝાપટા રૂપે વરસાદ પડયો હતો.

કાલે મોરબીના ટંકારામાં એક ઇંચ વરસાદ પડયો  હતો.

મોરબી-ટંકારા

ટંકારા, મોરબી. ટંકારામાંં રવિવારે બપોરે પછી સાંજના ૪ થી ૬ વચ્ચે ર૮ મીલીમીટર વરસાદ પડેલ છે.

મોરબી જીલ્લામાં છુટો છવાયો વરસાદ વરસ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેમાં મોરબી જીલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં વાંકાનેરમાં ૩ એમ.એમ. હળવદ ૮ એમએમ અને ટંકારામાં ર૮ એમ.એમ વરસાદ નોંધાયો હતો તો અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસતા ફાયદાકારક થશે. ટંકારા પંથકમાં ૧ ઇંચ જેટલો વરસાદ વરસતા ગામડાઓ અને ટંકારા શહેરમાં રોડ પર પાણીની નદી વહી હતી.

જામનગર

જામનગરઃ જામનગર, કાલાવડ અને ધ્રોલમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.

આ ઉપરાંત જામનગર જીલ્લાના વાંસજાળીયામાં પોણો ઇંચ તથા જોડીયાના હડીયાણામાં વરસાદી ઝાપટા પડયા હતા.

(11:55 am IST)