Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જુનાગઢમાં યુવાનનુંઅપહરણ કરી રોકડ- મોબાઇલ સહિત રૂ.૧૭ હજારની લુંટ

બે શખ્સો સામે ભવનાથ પોલીસમાં ફરીયાદ

જુનાગઢ તા.ર૦ :  જુનાગઢમાં યુવાનનું અપહરણ કરી બે શખ્સોએ છરી વડે હુમલો કરી રોકડ તેમજ મોબાઇલ સહિત રૂ.૧૭ હજારની લંુટ ચાવી હોવાની ફરીયાદ થતા ભવનાથ પોલીસે તપાસ હાથધરીછે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ રામકૃષ્ણનગરમાં રહેતો મયુર કિશોરભાઇ છતવાની (ઉ.વ.ર૬) નામની શખ્સે ભવનાથ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલ.

પરંતુ મયુરને જામીન ઉપર મુકત કરવામાં આવેલ. તે વખતે જુનાગઢના ખારાવાડમાં રહેતો સલમાન ઉર્ફે ગભરૂ હાલા અને ઘાંચીપટનો એઝાઝ અલુ ગરાણા તેના જીજે૧૧-બીએસ પ૦૪૪ નંબરના મોટર સાયકલ ઉપર મયુરને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતેથી બેસાડી તેને તેના ઘરે મુકવા માટે નીકળેલ.

રસ્તામાં દામોદર કુંડ પાસે પહોંચતા આ શખ્સોએ યુવાન પાસે રૂ.૧૦ હજારની માંગણી કરેલ બાદમાં તેને તેના ઘરે લઇ જવાને બદલે મયુરનું અપહરણ કરી ઘાચીપટમાં નવા બનતા ડુપ્લેકસ પાસે લઇ જઇ બંનેએ છરી વડે હુમલો કર્યો હતો.

તેમજ મયુર છતવાણી પાસેથી રૂ.ર૦૦૦ની રોકડ અને રૂ.૧પ હજારની કિંમતન મોબાઇલ સહિત રૂ.૧૭ હજારની માલમતાની લુંટ ચલાવી હતી.

આ અંગે યુવકેગઇકાલે ફરીયાદ કરતા ભવનાથ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. એન.કે.વાજા ચલાવી રહયા છે.

(11:53 am IST)