Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસ ઉજવણી નિમીતે વ્યવસ્થા માટે પોલિસ તંત્ર સજ્જ

સોમનાથ પોલિસ તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ-જવાનોની સોમનાથ શ્રાવણ માસ સુરક્ષા-વ્યવસ્થા અને કોરોના સાવચેતી પગલા અંગે સોમનાથ ખાતે મીટીંગ યોજાઇ

પ્રાસ પાટણ તા.ર૦: (મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) વિશ્વ પ્રસિધ્ધ પવિત્ર શ્રાવણ માસના આગમન અંગેની સોમનાથ મંદિર ટ્રસ્ટ તથા પોલિસ, એસ.આર.પી. અધિકારીઓની - જવાનોની ખાસ મીટીંગ સોમનાથ મંદિર ખાતે આજરોજ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સોમનાથ મંદિર સુરક્ષા ડીવાયએસપી એમ. ડી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં મળી.

સોમનાથ મંદિર સુરક્ષા ચક્રના નાયબ પોલિસ અધિક્ષક એમ. ડી. ઉપાધ્યાયે જણાવ્યું કે રેન્જ આઇ.જી. મનીન્દ્રસિંગ પવાર તથા જીલ્લા પોલિસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન-દેખરેખ નીચે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને લાખો ભાવિકો ઉમટશે તેવી ધારણા સાથે જડબેસલાક સમજ આપી બંન્દોબસ્ત આયોજન કરવામાં આવ્યું જેમાં હાલ મંદિર સુરક્ષામાં ૧ ડીવાયએસપી, ૩ પી.આઇ. અને સુરક્ષા દળ છે તે ઉપરાંત બહારથી ૧ પી.આઇ., ર પી.એસ.આઇ. અને ૬૦ પોલિસ જવાનોની ડીમાન્ડ મુકવામાં આવી છે.

હાલ સોમનાથ ખાતે ૧ એસ.આર.પી. કંપની, જીઆરડીના ૧૧પ જવાનો-મહિલાઓ સહિત ૪૭ પોલિસ કાર્યરત છે અને પવિત્ર શ્રાવણ માસમાં ૩પ૦ જવાનો-અધિકારીઓનું સ્ટ્રેન્થ સુચારૂ વ્યવસ્થા જાળવવા પ્રયત્નશીલ રહેશે.સોમનાથના દરિયાકિનારે ત્રાસવાદી પ્રવૃતિ ડામવા અગર વોચ રાખવા ઘોડેશ્વર પોલિસ, એસ.આર.પી. હોમગાર્ડઝના ફીકસ પોઈન્ટ ગોઠવાયા છે. સમગ્ર સોમનાથ મંદિર સંકુલ હાઇડેફીનેશન પ૬ સીસીટીવી કેમેરાઓની બાજ નજરથી નિરીક્ષણ કરતું રહે છે. આ ઉપરાંત ડોગ સ્કવોડ, ઘોડેશ્વર પોલિસ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ ઉપકરણો-વાહનો સાથે સજ્જ રખાયાં છે.પવિત્ર શ્રાવણ માસમાં મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ સવારે ૭-૩૦ થી ૧૧-૩૦, સવારે ૧ર-૩૦ થી ૬-૩૦ સાંજ રહેશે પરંતુ ભાવિકોની ભીડ સંભાવના લઇ શ્રાવણના પ્રત્યેક શનિ-રવિ-સોમ સવારે ૬ થી ૬-૩૦ અને સાંજે ૭-૩૦ થી ૯-૧પ સુધી દર્શન ચાલુ દિવસોના સમય ઉપરાંત દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે આમ બે કલાક જેટલો સમય શનિ-રવિ-સોમમાં વધારાનો મળશે તેને અનુલક્ષીને સ્ટાફ ગોઠવાશે.

શ્રાવણ માસ દરમિયાન

સોમનાથ મંદિરે પોલીસ સુરક્ષામાં કોરોના  સાવચેતી જળવાશેઃ પોલીસ અધિક્ષક

પ્રભાસ પાટણ તા.ર૦: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિર સુરક્ષાના નાયબ પોલિસ અધિક્ષક એમ. ડી. ઉપાધ્યાયે જણાવ્યું કે વિશ્વ કોરોના મહામારી વાયરસ અનુસંધાને પવિત્ર શ્રાવણ માસમાં ત્રી-સ્તરીય ચેકીંગ કરાશે જેમાં પ્રથમ ગેટે મેડીકલ સ્ટાફ થર્મલ ગનથી  ટેમ્પરેચર પછી સેનેટરાઇઝડ સ્પ્રે ટનલમાંથી દર્શનાર્થીઓને પસાર કરાશે પછી પોલિસ જવાનો અંગ તપાસ ડોરફ્રેમ મેટલ ડીટેકટરથી કરશે અને ત્યાર બાદ પણ દિગ્વીજય દ્વાર ખાતે ડોરફ્રેમ મેટલ ડીટેકટર અને અંગ તપાસ કરી કોરોના અંગે સ્ટાફ સચેત રહેશે અને સમગ્ર પોલિસ-સુરક્ષા જવાનોનું હેલ્થ ચેકઅપ વારંવાર કરાતું રહેશે.

જીલ્લા પોલિસ વડા રાહુલ ત્રિપાઠી વતી નાયબ પોલિસ અધિક્ષક એમ. ડી. ઉપાધ્યાયે કહ્યું કે પવિત્ર શ્રાવણ માસમાં આસ્થા-સન્માન જળવાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય અને સુરક્ષા પણ ન જોખમાય તેવી કડકાઇ સાથે વાણી વર્તન વિવેક સાથે ફરજ બજાવવા સ્ટાફને જણાવી દેવાયું છે.

(11:51 am IST)