Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર પોલીસ

ભાવનગર, તા.૨૦: ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પાલીતાણા બસ સ્ટેશન પાસે આવતા પોલીસ કોન્સ અરવિંદભાઇ બારૈયાને ખાનગી રાહે હકિકત મળેલ કે સુરત શહરે કાપોદ્રા પોલીસ સ્ટેશન ફ ગુ.ર.ન. ૩૭/૨૦૧૭ ઇ.પી.કો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી હનુભાઇ બાલાભાઇ ડાભી રહે. ગરાજીયા તા.પાલીતાણા વાળો પાલીતાણા વિરપુર ચોકડી ઉપર ઉભો છે. તેવી હકિકત મળતા જેથી તુરતજ તે સ્થળ ઉપર જઇ બાતમી વાળો ઇસમ હનુભાઇ બાલાભાઇ ડાભી રહે. ગરાજીયા તા. પાલીતાણા જી.ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમોને ઉપરોકત ગુનાના કામે પુછપરછ કરતા પોતાને ગુનાના કામે અટક કરવાના બાકી હોય જેથી તેઓની રેર્કડ ઉપર ખાત્રી કરતા સદરહું ગુન્હામાં અટકાયત કરવાનો બાકી હોય જેથી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રીને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે. અને સદરહું બાબતે સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. તિરૂણસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ. અરવિંદભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.(

(11:45 am IST)