Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

લોધીકાના ચીભડામાં ઘર પાસે દારૂ વેંચવાની ના પાડવા જતાં પિતા-પુત્ર પર ધોકાવાળી

રમેશભાઇ પરમાર અને અતુલને રાજકોટ ખસેડાયાઃ જગા, ઉંજા સહિતે હુમલો કર્યો

રાજકોટ તા. ૨૦: લોધીકામાં ચીભડા રોડ પર રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં રમેશભાઇ લાલજીભાઇ પરમાર (ઉ.વ.૪૦) તથા તેના પુત્ર અતુલ રમેશભાઇ (ઉ.વ.૨૦) પર રાત્રીના સાડા નવેક વાગ્યે પડોશી જગા પરમાર, ઉંજા પરમાર સહિતે ધોકાથી હુમલો કરી માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રમેશભાઇના સગા રાજુભાઇના કહેવા મુજબ જગો સહિતના દારૂ વેંચે છે. તેને ત્યાં દારૂ લેવા આવતાં શખ્સો અમારા ઘરના દરવાજા ખખડાવે છે અને અગાઉ તો નશો કરેલા શખ્સોએ અંદર ઘુસી બહેન દિકરીઓ સામે ચાળા પણ કરી લીધા હતાં. આથી રમેશભાઇ તેને દૂર જઇને દારૂ વેંચવાનું સમજાવવા જતાં ખાર રાખી હુમલો કરાયો હતો. આક્ષેપો અંગે લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ લોધીકા પોલીસને જાણ કરી હતી.

(11:44 am IST)