Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

રાજુલા : રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો ખજાનચી અને પ્રાથમિક શિક્ષક તેમજ વ્યાજંકવાદિ સસ્પેન્ડ

રાજુલા તા. ૨૦ : રાજય પ્રાથમિક શિક્ષક સંઘનો ખજાનચીને જાફરાબાદ તાલુકાની બાલાનીવાવ પ્રાથમિક શાળાનો શિક્ષકને રાજુલાની ગોકુલનગર સોસાયટીમા રહેતો ભાભલુનાગ વરૂઙ્ગ સામે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામનાઙ્ગ એક ખેડુત તેમજ રાજુલાના એક ફરીયાદી દ્વારા બે પોલિસ ફરીયાદ અલગ અલગ તારીખે નોધાયેલ છે. રાજુલા કોર્ટ દ્વારા બે દીવસના રીમાન્ડ આપેલ જે પુર્ણ થતા અમરેલી જેલ હવાલે કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મજકુર ભાભલુ વરુ સામે નાગેશ્રી ગામના જ વતની હિતેષ વજુભાઈ ગોરડીયાએ ભાભલુ નાગ વરૂ સહીત આઠ ઈસમોના ત્રાસથી રાજકોટ ખાતે તેમના ભાણેજના ઘરે આત્મહત્યા કરી હતી. જેમાઙ્ગ ભાભલુ નાગ વરૂ સહિત આઠ લોકોના નામોની સ્યુસાઈડ નોટ મળી આવતા મરનાર હિતેષભાઈ ગોરડીયાના પત્ની મીનાબેન ગોરડીયાએ ગાંધીગ્રામ પોલિસ સ્ટેશન રાજકોટ મા પોલિસ ફરીયાદ નોધાવતા ભાભલુ વરુ સામે પંદર દિવસ મા જઙ્ગ સીરીયલ ફરીયાદનો સીલસીલો ચાલુ થતા પોલિસ ચોકી ઉઠી હતી.

મજકુર આરોપી પ્રાથમિક શિક્ષક હોય જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલી દ્વારા સસ્પેડ કરવામા આવેલ છે. આ ભાભલું વરૂને સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયેલ છે. શિક્ષણ સાથે જોડાયેલા જોડાયેલા લોકોમાં શરમથી માથું ઝૂકી શિક્ષકના ઓઠા હેઠળ વ્યાજનો ધંધો કરતો હોય સમગ્ર શિક્ષણ જગતને લાંછન લાગેલ હાલ તો આ ભાભલુ અમરેલી જેલ હવાલે થયેલ છે અને આગળની તપાસ પોલીસઙ્ગ ચલાવી રહ્યાનું જાણવા મળી રહેલ છે.

આ અંગે શિક્ષણ જગતમાંથી જાણવા મળતી વિગત મુજબ આટલા બધા પૈસા ભાભલુ પાસે કયાંથી આવ્યા? શું શિક્ષક સંઘનો રાજયનો ખજાનચી હોવાથી શિક્ષકોના પૈસા આવ્યા આજ માં રોકાયેલ છે કે કેમ? તેવા સવાલો શિક્ષણ જગતમાં થી પુછાઈ રહ્યા છે. પોલીસે પણ આ બાબતની તપાસ કરવી જરૂરી હોવાનું શિક્ષણ જગતમાંથી જાણવા મળી રહેલ છે.

(10:28 am IST)