Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કચ્છમાં સુમિટોમો કેમિકલ કંપની ઉપર રોક

કોરોનાના નિયમોનો ભંગ કરી કામદારો ઉપર જોખમ સર્જનારઃ તંત્ર દ્વારા ૨૭ ઔદ્યોગિક એકમોનું સરપ્રાઇઝ ચેકીંગ

 ભુજ તા. ૨૦ : કચ્છમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ઔદ્યોગિક એકમોને અપાયેલી પરવાનગી પછી કામદારોની સુરક્ષાના મુદ્દે વહીવટીતંત્રએ ૨૭ યુનિટોની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી.

ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીની આગેવાની હેઠળ અલગ અલગ ટીમોએ કામગીરી કરી હતી. જે દરમ્યાન ભુજ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડની ટીમે ભુજના ગજોડ ગામ પાસે આવેલ સુમિટોમો કંપનીની વિઝીટ કરતાં અહીં કોરોના અંગેના સરકારી નિયમોની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા હોવાનું ધ્યાને આવ્યું હતું.

સલામતીના નિયમોનો ભંગ કરી કામદારોના જીવ જોખમમાં મુકવા બદલ કંપનીને ખુલાસો પૂછીને તેના ઓપરેશન ઉપર રોક લગાડાઈ છે.

(10:27 am IST)