Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

હળવદમાં વધુ બે કેસ : લોકોમાં ફફડાટ

હળવદ તા. ૨૦ : ગઈકાલે સાંજે શહેરમાં અને તાલુકાના જુના ધનાળા ગામે એક -એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.ઙ્ગ

વિગત મુજબ ગઇકાલે સાંજે જુનાધનાળા ગામના રહીશ શિલ્પાબા અશ્વિનસિંહ ઝાલાઙ્ગ (ઉ.૪૨)ને કોરોના પોઝીટીવ આવ્યો હતો જયારે હળવદમા રહેતા ને સુંદરગઢ ગામે નર્સ તરીકે ફરજ બજાવતાઙ્ગ મનીષાબેન મગનભાઇ ચાવડા ઉ. ૨૧ ને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. મનીષાબહેનને કોઈજ લક્ષણ દેખાયા નહોતા ફકત ગળામાં બળતરા જેવું થતું હતું આથી તેમનો રિપોર્ટ શનિવારે કરવામા આવ્યો હતો અને રવિવારે તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી તંત્ર દ્વારા વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. આમ હળવદમા કુલ ૧૬ કેશ પોઝીટીવ થવા પામ્યા છે જયારે એક મૃત્યુ થયું છે.

(10:25 am IST)