Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કોરોના રીપોર્ટ આવે તે પહેલા કેશોદનાં ૯૭ વષીર્ય વૃધ્ધનું જુનાગઢ સિવીલમાં સારવારમાં મોત

ત્રણ ચેકપોસ્ટ પર બહારથી આવતા લોકોનું ચેકિંગઃ જુનાગઢ જિલ્લા પોઝીટીવ કેસ પ૪૬, એકટીવ કેસ ૧પ૧

જુનાગઢ તા.ર૦ : કોરોના રીપોર્ટ આવે તે પહેલા કેશોદનાં એક ૯૭ વર્ષીય વૃધ્ધનું જુનાગઢ સિવીલમાંસારવાર દરમિયાન મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ કેશોદના ૯૭ વર્ષીય વૃધ્ધની તબિયત લથડતા જુનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ અને તેનું સેમ્પ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ. પરંતુ સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલા ગત રાત્રે આ વૃધ્ધ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયુ હોવાનંુ જાણવા મળેલ છે.

આ મૃતક વૃધ્ધને ડાયાબીટીસ સહિતની ગંભીર બીમારી હતી. તેમના મોતથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

દરમિયાનમાં ગઇકાલ  સાંજ સુધીની સ્થિતિએ જુનગાઢ જિલ્લામાં નવા નવા ૧૭ પોઝીટીવ  કે નોંધાતા કુલ કેસ પ૪૬ થયેલ છે.

જેમાં જુનાગઢમાં રવિવારે ૧૩ કેસ સામે આવ્યા હતા. માણાવદરમાં એક અને વંથલી તાલુકામાં ૩ કેસ થઇને કુલ ૧૭ કેસ નોંધાયા હતા.

જુનાગઢ જિલ્લામાં કોરોનાની ૧૩ વ્યકિતનાં મૃત્યુ થયા છે. રવિવારે ર૭ વધુ રપ દર્દી સ્વસ્થ થતા કુલ ડિસ્ચાર્જ ૩૮ર થયા છે. જો કે હજુ ૧પર કેસ એકટીવ છે.

જુનાગઢ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી આવતા લોકો દ્વારા કોરોના સંક્રમણ ફેલાય નહી તે માટે જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘની સુચનાથીઆંતર જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે.

જુનાગઢ ડિવીઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સાંકળીધાર તથા ભેંસાણ પોલીસ સ્ટેશનના ખજુરી હડમતીયા અને વિસાવદર પોલીસ સ્ટેશનના વેકરીયા ખાતે આંતર જિલ્લા ચેકપોસ્ટ શરૂ કરી પીએસઆઇ સહિત સ્ટાફ સાથે ચેકિંગ હાથ ધરી મેડીકલ તપાસણીની વ્યવસ્થા હાથ ધરવામાં આવેલ છે.

વધતા કોરોનાને અંકુશમાં લાવવા ઝડપી ટેસ્ટીંગ સિવાયનો કોઇ વિકલ્પ નથીઃ ડો. હિંગોરા

અત્યારની વિકટ સ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અતિ જરૂરી છે

કેશોદ તા.ર૦ : દિવસેઅદિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલ મહારોગ કોરોનાને અંકુશમાં લાવવા માટે એકને એક માત્ર ઝડપી ટેસ્ટીંગ પધ્ધતી પાયારૂપ હોવાનું શહેરના અગ્રણી સર્જન ડો.એચ.એન.હિંગોરાએ જણાવ્યું હતું.

ઉપરોકત વાત જણાવતા ડો. હિંગોરાએ વધુમાં ઉમેર્યુ હતું કે કોરોના આપણા શરીરમાં પ્રવેશી ગયો હોય તો પણ આપણને ઘણા દિવસે ખબર પડે છે.તેના બદલે જો શરૂઆતથી જ આપણને ખબર પડી ગઇ હોય તો આપણે સાવચેત બની જઇએ અને બીજાને ચેપ લગાડતા અટકી જઇએ.

તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે મુંબઇની ધારાવી ઝુપડપટ્ટીમાં અતિ ગીચવસ્તી અને ટુંકો વિસ્તાર છે ત્યાં કોરાનાએ પોતાના વિકરાળ પંજો ફેલાવ્યો હતો. પરંતુ અતિ ઝડપી અને અસરકારક ટેસ્ટીંગ પધ્ધતિએ કોરાનાને આગળવધતા રોકી દીધો હતો.ટેસ્ટ દરમિયાન જે દર્દીઓ કોરોનાગ્રસ્ત જણાયા હતા તે તમામને એક તરફ અલગ તારવી તેમના ઉપર જ સંપુર્ણ ધ્યાન કેન્દ્રિત કરાયુ હતુ. આમ થવાથી આગળ વધતો કોરોના રોકાય શકયો હતો અને આજે આપણે જાણી શકીએ છીએ કે મુંબઇની અને એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટીની માનવ વસ્તીએ અન્ય વિસ્તારોની સરખામણીમાં વધારે પ્રમાણમાં રાહતનો દમ લીધો છે.

સમગ્ર ગુજરાતમાં આ પધ્ધતિ એક પણ દિવસના વિલંબ સિવાય અમલમાં મુકવી જરૂરી છે. પછી ભલેગમે તેટલા વધારે પ્રમાણમાં નવા કેસ બહાર આવે પરંતુ એક વખત જો આ બધા બહાર આવીજશે તો બીજા લોકોને તો ચેપ નહી લગાડે.

ડો. એમ.એન. હિંગોરાએ અંતમાં એમ પણ જણાવ્યું હતું કે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પણ આ રોગનો ફેલાવો રોકવામાં આવશેે. ૭પ ટકા જેવા મદદરૂપ થાય છે. આરોગ્ય અંગેની  આપણી અજ્ઞાનતાના કારણે આપણે તેની ગંભીરતા સમજી શકતા નથી. પરંતુ અત્યારની વિકટ પરિસ્થિતિમાં સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક અતિ અગત્યના છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

(11:54 am IST)