Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ખાંભાના રબારીકા ગામે મહાનુભાવોની નિશ્રામાં વિકાસકામોનું ખાતમુહુર્ત લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન

જિલ્લા પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણભાઇ કાછડીયા સહિત જિલ્લાના આગેવાનો ગ્રામજનો હાજર રહયા

રાજુલા તા.ર૦ : ખાંભા તાલુકાના રબારીકા ગામે જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાંદ નારણભાઇ કાછડીયા, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન અને રાજકોટના માજી મેયર ધનસુખભાઇ ભંડેરી, પુર્વ સંસદીય સચીવ હીરાભાઇ સોલંકી પુર્વ ધારાસભ્ય જે.વી.કાકડીયા, પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા તેમજ સહકારી અગ્રણી અને સાવરકુંડલાના માર્કેટયાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણી, ખાંભા ગ્રામ પંચાયત સરપંચ અમરીશભાઇ જોષી, જીલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઇ મોર, પીઢ અગ્રણી પ્રેમજીભાઇ સંજલીયાની ઉપસ્થિતિમાં મંજુર થયેલ વિવિધ ૮ જેટલા વિકાસ કામોના ખાતમુહુર્ત અને પુર્ણ થયેલ કમોના લોકાર્પણનો બહુવિધ કાર્યક્રમ યોજાયો.

સૌ પ્રથમ આંબલીયા ગામે સી.સી.રોડના કામનું ખાતમુર્હુત જિલ્લાના પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આંબલીયા ગામે નદી ઉપર બ્રીજ બનાવવાના કામનું ખાતમુર્હુત સાંસદ નારણભાઇ કાછડીયાના હસ્તે તેમજ મુંજીયાસરથી જીવાપર ડામર રોડ બનાવવાનું કામ ખાતમુર્હુત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યુ. ત્યારબાદ પુર્ણ થયેલ વિવિધ કામોનું રીબીન કાપીને પ્રતિકાત્મક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં માલણ નદી પર ખર્ચે તૈયાર થયેલ બ્રીજના કામનું પ્રતિકાત્મક લોકાર્પણ પુર્વ સંસદીય સચીવ શ્રીહ ીરાભાઇ સોલંકીના હસ્તે ધુંધવાણાથી સાળવા, રબારીકા, પીપરીયા ત્રણેય ગામના ડબલ પટી ડામર રોડના કામનું પ્રતિકાત્મક લોકાર્પણ પુર્વ ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયાના હસ્તે ત્યારબાદ રબારીકાથી નાળીયેરી મોલી સુધીના બે જીલ્લાને જોડતા રસ્તાના કામનું પ્રતિકાત્મક લોકાર્પણ પુર્વ ધારાસભ્યશ્રી મનસુખભાઇ ભુવાના હસ્તે કરવામાં આવ્યું હતુ.

ત્યારબાદ ખાસ પેકેજ નીચે મંજુર થયેલ. (૧) રબારીકાથી આંબલીયા, (ર) ધુંધવાણાથી દલડી (૩) દલડીથી આંબલીયાળા (૪) આંબલીયાળાથી જામકા (પ) નવીકાતરથી સમઢીયાળા નં.-ર, વિવિધ પાંચ ડામર રોડના પેકેજનું પુર્ણ થયેલ કામનું પ્રતિકાત્મક લોકાર્પણ શ્રી દિપકભાઇ માલાણી, લાલભાઇ મોર અને સ્થાનીક અગ્રણીઓના હસ્તે સભાહોલના સ્થાનેથી કરવામાં આવ્યુ. આ પ્રીસંગે આસપાસના પીરીયા, ધુંધવાણા, આંબલીયાળા અને રબારીકા ગામના અગ્રણીઓ અને યુવાનો ખાસ ઉપસ્થિત રહયા હતા.

ખાતમુર્હુત અને લોકાર્પણના કાર્યક્રમ બાદ પીઢ અગ્રણી પ્રેમજીભાઇ સેંજલીયા અને ખુબ જ ટુંકા ગાળામાં મહાનુભાવોએ આમંત્રણને સ્વીકાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તે બદલ આભારની લાગણી વ્યકત કરી. ઉપસ્થિતોની હાજરીમાં મંજુર થયેલ અને ખાતમુર્હુત થયેલ વિકાસના કામો અંગે તેમજ ટેન્ડર પ્રક્રિયામાં હોય તેવા સુચીત કામો અંગે ડીટેઇલમાં આંકડાઓ સાથે માહિતી આપેલ.

કાર્યક્રમને સફળબ નાવવામાં શરૂઆતથી જ જહેમત ઉઠાવનાર સહકારી અગ્રણી અને સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી દિપકભાઇ માલાણીએ ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપી અગામી દિવસોમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો વધુમાંવધુ વિસ્તારને લાભ મળે તેવી રીતે સૌએ સાથે મળીને કામ કરવાની અપીલ કરેલ. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ કાર્યક્રમ સ્વાગત કે પ્રવચનો વિ. ઔપચારીકતા વગર કરવામાં આવેલ છે.

(1:25 pm IST)