Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

પોરબંદરઃ પાકિસ્તાન મરીને પકડેલી ૧૦ ફિશીંગ બોટના લાયસન્સ રદ

પોરબંદર તા.૨૦: પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્વારા પકડવામાં આવેલ ગુજરાતની-૧૦ ફિશિંગ બોટ કે જેનું રજીસ્ટ્રેશન પોરબંદર ખાતે થયેલ છે. આ તમામ બોટના રજીસ્ટ્રેશન તથા ફિશિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા હોવાનું મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રી પોરબંદરની યાદીમાં જણાવાયું છે.

રાષ્ટ્રીય સુરક્ષાનાં કારણોસર પાકિસ્તાનના જુદા-જુદા બંદરો પર રાખવામાં આવેલ રમેશ કાનજીભાઇ પોસ્તરીયાની રાજ ક્રિષ્ના બોટ, હરીશ નારણભાઇ ગોહેલની ધર્મરાજ બોટ, મનોજ લાલજીભાઇ સોનેરીની હેતલ બોટ, રમેશ કારાભાઇ માઢવીની શ્રી કેદારનાથ બોટ, માવજીભાઇ કાનજીભાઇ લોઢારીની મરીન મોનાર્ક બોટ, જયેશભાઇ મસાણીની સાધના બોટ, નિલેશ કાનજી પોસ્તરીયની શ્રી રાજ સાગર, કીરીટ બાબુલાલ ખોખારીની વિજય ક્રિષ્ના, ધનજીભાઇ બાદરશાહીની સુર્યરાજ અને વિશ્વરાજ એમ ૧૦ બોટનાં રજીસ્ટ્રેશન તથા ફિશિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યાં હોવાનું મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી પોરબંદરની યાદીમાં વધુમાં જણાવાયું છે.

(11:26 am IST)