Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સૌરાષ્ટ્રમાં આવતીકાલ સુધી છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી

કચ્છ, મધ્ય- ઉત્તર ગુજરાતને લાગુ સૌરાષ્ટ્રમાં સિમિત વિસ્તારોમાં પડશે

રાજકોટ,તા.૨૦: મહદઅંશે મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં હજુ આવતીકાલ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતા સપ્તાહથી વરસાદમાં ઘટાડો જોવા મળશે.

એક લો પ્રેસર મધ્યપ્રદેશ ઉપર કેન્દ્રીત છે. તેને અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. બીજુ લો પ્રેસર હાલ નોર્થ વેસ્ટ બી.ઓ.બી પર કેન્દ્રીત છે. તેને આનુસંગીક  યુ.એ.સી ૭.૬ કિ.મી. પર છવાયેલ છે. ચોમાસું ધરી અનુપગઢ જયપુરથી એમ.પી લો પ્રેસર સેન્ટરથી દોલતગંજ, જમસેદપુર થી નોર્થ વેસ્ટ બી.ઓ.બી લો પ્રેસર સેન્ટર સુધી લંબાઈ છે. જે દરિયાની સપાટીથી ૨.૫ કિ.મી. પર ફેલાયેલ છે. નબળુ ઓફશોર ટ્રફ સાઉથ મહારાષ્ટ્રથી ઉત્તર કેરલ સુધી સક્રીય છે. આવતીકાલ સુધીમાં એક યુ.એ.સી હાલ અરબ સાગરમાં છવાયેલ છે.

મુખ્યત્વે વધુ વરસાદનો વિસ્તાર ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારમાં તેમજ મધ્ય ગુજરાત, મધ્ય ગુજરાત લાગુ સૌરાષ્ટ્રના સિમિત વિસ્તાર તેમજ એમ.પી લાગુ તેમજ રાજસ્થાન લાગુ ગુજરાતના વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ ભારે વરસાદ પડશે. ત્યારબાદ છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા, હળવો વરસાદ એક બે વિસ્તારમાં મધ્યમ વરસાદની શકયતા છે.

સૌરાષ્ટ્રમાં ઝાપટા હળવો, મધ્યમ વરસાદ જોવા મળે. ત્યાર બાદ છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા, હળવો એક- બે વિસ્તારમા મધ્યમ વરસાદની શકયતા છે.

દરમિયાન રાજકોટ શહેરમાં બપોરે સૂર્યનારાયણે દર્શન દીધા બાદ ત્રણેક વાગ્યાની આસપાસ ઝાપટા વરસ્યા હતા. સાંજથી મેઘરાજાએ જમાવટ કરી હતી. મોડીરાત સુધી એકધારો ધીમીધારે ચાલુ રહ્યો હતો. ગઈકાલથી આજ સવાર સુધીમાં બે ઈંચ પડી ગયો છે અને મોસમનો કુલ ૧૬.૨ ઈંચ થઈ ગયો છે.(૩૦.૩)

(11:55 am IST)