Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાની ભેટ મળી શકે? મુખ્યમંત્રી દ્વારા જાહેરાતની સંભાવના

૧૫ ઓગષ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે : જીલ્લા કક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે થવાની હોય બે દાયકાની રજુઆતનું ફળ મળશે ?

વઢવાણ, તા.ર૦: સુરેન્દ્રનગર-વઢવાણ, જોરાવગરનગર સહિતના જોડીયા શહેરો મળી અને વસ્તીનો આંક જોતાં આ ગામો ગામ હવે મહાનગર પાલિકા જાહેર કરવા માટે સક્ષમ બની ગયા હોવાના અને નગરપાલિકા હોવાના કારણે લોકોને સુવિધા આપવામાં પણ નિષ્ફળતા-દેકારા થતા જોવા જાણવા મળે છે.

સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજજો આપવા માટે છેલ્લા બે બે દાયકાઓથી રાજકીય રમત રમવામાં આવી રહી છે અને આ મહાનગર પાલિકા બનાવવા લાયક ગામ ગામડા જેવો વસવાટ સુવિધા મેળવી રહ્યું છે. ત્યારે ૧૫ ઓગષ્ટના રોજ સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર દિનની ઉજવણી થનાર છે ત્યારે મંત્રીઓથી લઇ ધારાસભ્ય, સાંસદો પણ ઉપસ્થિત રહેનાર છે ત્યારે આ સમયે શહેરના શહેરીજનોને ખાસ ભેટ તરીકે જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મહાનગરપાલિકા, જાહેર કરવાના હોવાનું જાણકાર અને ચોકકસ વર્તુળો પાસેથી જાણવા મળેલ છે ?

ત્યારે સુરેન્દ્રનગર શહેરના લોકોના છીનવાયેલા અનેક હકકો મહાનગરપાલિકા જાહેર થતા મળનાર હોવાની પણ ચર્ચા કરવામાં આવેલ હતી ? ત્યારે ચોકકસ જો મહાનગર પાલિકા જાહેર થાય તો લોક સમસ્યાના ઉકેલ તુરત આવે તેવી પણ ચર્ચા થયેલ હતી.

(11:49 am IST)