Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

જુનાગઢમાં રખડતા શ્વાનનો આતંક: વડાલ નજીક વાડી વિસ્તારમાં બે બાળકો પર જીવલેણ હુમલો

બાળકો પર શ્વાનોએ જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યા: બંને બાળકોને ગંભીર ઇજા પહોંચી

જૂનાગઢ : શહેરમાં રખડતા ઢોર બાદ વધુ એક સંકટ ઉભુ થયું છે. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે અને આ ડરનું કારણ છે રખડતા શ્વાન. શ્વાન નામ પડતા જ ધબકારા વધી જાય. રખડતા શ્વાન બાળકો, વૃદ્ધોને નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે શહેરમાં શ્વાન હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. શ્વાન હુમલાની બે અલગ અલગ ઘટનામાં બે બાળકો સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વડાલ નજીક વાડી વિસ્તારમાં બે બાળકો પર શ્વાને જીવલેણ હુમલો કર્યો. વાડી વિસ્તારમાં બે માસૂમ બાળકો રમી રહ્યાં હતા ત્યારે ચારથી પાંચ શ્વાન આવ્યાં હતા અને બાળકો પર તૂટી પડ્યાં હતા.

બાળકો પર શ્વાનોએ જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યા. જો કે આસપાસના સ્થાનિકો આવી જતા શ્વાન ભાગ્યાં હતા. શ્વાન હુમલામાં બંને બાળકોને ગંભીર પ્રકારની ઇજા પહોંચી છે. બંને ઇજાગ્રસ્ત બાળકો હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. ત્યારે વધતી શ્વાન હુમલાની ઘટના બાદ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે.

 

(12:08 am IST)