Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

મોરબી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા એન.એસ.યુ.આઈ.ની કારોબારી મળી

જીલ્લાની તમામ કોલેજ કેમ્પસમાં વિધાર્થીઓને પડતી મુશ્કેલી સામે લડત ચલાવવા કાર્યક્રમો કરાશે

મોરબી સર્કિટ હાઉસ ખાતે સવારે 10:30 વાગ્યે મોરબી ખાતે ગુજરાત એન.એસ.યુ.આઈ ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની હાજરીમાં કારોબારી મીટીંગ મળી હતી

જેમાં મોરબી જિલ્લા એન.એસ. યુ.આઈના પ્રમુખ તરીકે ભાવનિક મુછડિયાની નિમણુક કરી. તેમજ મોરબી જીલ્લાની તમામ કોલેજ કેમ્પસમાં વિધાર્થીઓને પડતી મુશ્કેલી સામે લડત ચલાવવા માટે એન.એસ.યુ.આઈ દ્વારા આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તેવું નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, જીલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જીલ્લાનાં પૂર્વ યુવા પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(12:04 am IST)