Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

દ્વારકા પંથકના એતિહાસિક ડીમોલેશન બાદ લોકો શું માને છે ? રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવ પાસેથી અમિતભાઈ દ્વારા માહિતી મેળવ્યાની જોરદાર ચર્ચા

Ib વડા અનુપમ સિંહ ગેહલોત દ્વારા કોઇને જાણ કર્યા વગર દ્વારકાની મુલાકાત બાદ મેળવેલ જાત માહિતી બાદ કેન્દ્રીય મંત્રીએ પોતાના વિશ્વાસુ આઇપીએસ પાસેથી માહિતી મેળવી

 રાજકોટ તા.૨૦ :  આજથી બે દિવસની ગુજરાતની મુલાકાત અંતર્ગત જામનગરથી દ્વારકા આવેલ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહનું સ્વાગત ઉતર સૌરાષ્ટ્રના વડા એવા રાજકોટ રેન્જ અશોક કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું  હતું.                                         અશોક કુમાર યાદવ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું સુકાન જાતે સાંભળ્યું હતું. હેલૂપેડથી કેન્દ્રીય મંત્રીને રીસીવ કર્યા બાદ દ્વારકાધીસના દર્શન કરાવ્યા હતા.  અશોક કુમાર યાદવ પાસેથી બેટ દ્વારકા ,હર્ષદ માતા મંદિર આસપાસ ખડકાયેલા ગર કાયદે દબાણ દૂર કર્યા તે સમય અને ત્યારબાદની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હોવાની ચર્ચા છે.                      શિવરાજ પુર નજીક નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ જેવી મહત્વની ઓફીસનુ ખાત મુર્હૂત થયેલ.  અત્રે એ યાદ રહે ib વડા અનુપમસિંહ ગેહલોત. પણ ગુપ ચૂપ રીતે કોઇને જાણ કર્યા વગર દર્શન નું કારણ આગળ ધરી ડીમોલેશન બાદની સ્થિતિનું નિરીક્ષણ કરી મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને રિપોર્ટ કર્યો હતો એ જાણીતી વાત છે.

 

(2:25 pm IST)