Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટઃ ગોંડલના ગોમટા-ચરખડીમાં કરા સાથે વિજળી પડી

રાજકોટ, તા. ર૦ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટઠ યથાવત છે. આખો દિવસ ધોમધખતો તાપ પડતા લોકો ગરમીથી પરેશાન થઇ રહ્યા છે.

મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ગરમીની અસર વધુ અનુભવાય છે. અને બપોરના સમયે રસ્‍તાઓ પણ સુમસામ બની જાય છે.

રસ્‍તાઓ ઉપર નીકળતાની સાથે જ લૂ ફેંકતો પવન અનુભવાય છે. જેના કારણે બપોરના સમયે રસ્‍તાઓ પણ સુમસામ બની જાય છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ પંથક મા દિવસભર ના અસહ્ય બફારા બાદ ગતસાંજે વાતાવરણ પલટાયુ હતુ.અને ભારે પવન ફુંકાવો શરુ થયો હતો.સાંજે સાત કલાકે તાલુકા ના ગોમટા તથા ચરખડી મા કરા સાથે વરસાદ ખાબકયો હતો.ચરખડી મા વિજળી પડી હતી.અલબત્ત જાનહાની નથી. અંદાજે એક થી દોઢ ઇંચ વરસાદ ના વાવડ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.પ, મહતમ તાપમાન-૩પ, ભેજનું પ્રમાણ ૮ર ટકા, પવનની ગતિ ૧ર.૮ કિ.મી. રહી હતી.

(12:11 pm IST)