Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ધોરાજી-ઉપલેટા પંથકની ભાદર નદીમા ચેકીંગઃ રેતીનું વહન કરતા ૭ વાહનો ડિટેઇન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૦ : રાજકોટ જિલ્લા આરટીઓ અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં ઓવરલોડ, રોંગસાઇડ ડ્રાઇવીંગ, લાયસન્સ, આરટીઓ પાસીંગ અને ટેકસ સહિતની બાબતો અંગે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

આજરોજ વહેલી સવારે આરટીઓની ટીમો દ્વારા ધોરાજી ના ભોલગામડા પાસે આવેલ ભાદર નદી ખાતે રેડ પાડવામાં આવી હતી. આરટીઓ અધિકારી ખપેડના જણાવ્યા અનુસાર આ દરોડામાં કુલ ૧૯ જેટલા વાહનો કે જે રેતીનું વહન કરતા હતા તેની તપાસણી કરવામાં આવી હતી જેમાં કુલ ૭ વાહનો ડીટેઇન કરી લેવામાં આવેલ હતા. આ ડીટેઇન કરેલા વાહનો પૈકી ત્રણ ઓવરલોડ વાહનો હતા જયારે ચાર વાહનોના ધારકોએ ટેકસ ભર્યો ન હોવાનું બહાર આવ્યું હતું. આથી આ તમામ વાહનધારકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ હતી.

(11:12 am IST)