Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ધોરાજીમાં વાંકાચુકા દાંત માટેનો કેમ્‍પ

ધોરાજી તા. ૨૦ : ધોરાજી ખાતે ફકત વાંકાચુંકા દાંત માટે ફ્રી નિદાન કેમ્‍પનું આયોજન તા. ૨૧ને રવિવાર સવારે ૯ થી ૧ કેમ્‍પનું ઠુંમર ડેન્‍ટલ હોસ્‍પીટલ પોસ્‍ટ ઓફિસ ચોક ડો. ફળદુના દવાખાના પાસે આયોજન કરાયું છે. આ કેમ્‍પમાં દાંત વચ્‍ચે જગ્‍યા હોય તથા વાંકાચુંકા દાંત હોય, મોઢુ બંધ ન થવું, દાંત આગળ પાછળ હોય તેમજ દાંતના રોગમાં તમામ પ્રકારની તકલીફો તેમજ દાંતના રોગમાં તમામ પ્રકારની તકલીફો તેમજ બ્રેસીસ દ્વારા તાર બાંધીને તેમજ કિલીપર કેપ દ્વારા થતી ટ્રીટમેન્‍ટ માટેનો ફ્રી કેમ્‍પ યોજાશે. આ કેમ્‍પમાં ડો. હાર્દિક રૂપાપરા, ડો. ગૌતમ વી. ઠુંમર તથા અમી જી. ઠુંમર માનદ સેવા આપશે. કેમ્‍પનો લાભ લેવા અપીલ કરાઇ છે.

(11:01 am IST)