Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

કેશોદમાં કોરોનાની એન્ટ્રી : મહારાષ્ટ્રના નાંદેડથી આવેલ ૪૬ વર્ષના યુવાનને કોરોનાનો લાગ્યો ચેપ

સુત્રપાડાના ઉમરી ગામમાં જે પોઝિટિવ કેસ આવ્યો તેની સાથે બસમાં મુસાફરી કરી હતી : યુવકને રહેણાંક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરાયો

 

કેશોદ : કેશોદમાં પ્રથમ કોરોના કેસ નોંધાયો છે કેશોદના મહારાષ્ટ્રથી આવેલ અેક ૪૬ પટેલ યુવાનને કોરોનાનો પોઝિટીવ રીપોટૅ આવતા અત્યાર સુધીમા કેશોદમાં પ્રથમ કેસ નોંધાએલછે.

સુત્રાપાડાના ઉમરી ગામમાં જે પોઝિટિવ કેસ આવ્યો હતો, તે જે બસમાં મહારાષ્ટ્રના નાંદેડથી મુસાફરી કરી સાથે આવ્યા હતા, તે બસ માં કેશોદના વ્યક્તિ પણ સાથે મુસાફરી કરી હતી.

કોરોનાના લક્ષણો આવતા ૧૮મી તારીખે સવારે ૧૦૮ મારફતે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા

થોડા દિવસ પહેલા યુવક નું સેમ્પલ નેગેટિવ આવ્યું હતું પરંતુ ગઈ કાલે તાપમાન માં વધારો તેમજ ગાળાના તકલીફ થવાથી ફરી સેમ્પલ લેતા પોઝિટિવ આવ્યોછે 

યુવાન પહેલેથીજ હતો કોરેનટાઇલ માં હતો યુવકના રહેણાંક વિસ્તાર ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયોછે 

હવે જૂનાગઢ માં કોરોના ના દર્દીઓનો કુલ અાંક ૧૪ ઉપર પહોંચ્યો (એક જેતપુર ના યુવાન નો પણ સમાવેશ)જેમાંથી સાજા થયા છે

જ્યારે ૧૦ જૂનાગઢ ની સિવિલ હોસ્પિટલમાં  સારવારમા છે.

(10:56 pm IST)