Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં સી.સી.આઇ.દ્વારા ખરીદ કરવામાં આવતા કપાસ માટે ખેડુતોના હીતને ધ્યાન રાખી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા સી.સી.આઇ.દ્વારા ખરીદ થતા કપાસના રજીસ્ટ્રેશન કામગીરી પણ યાર્ડ દ્વારા શરૂ કરવામાં આવી.

વાંકાનેર પંથકના ખેડુતનો અમુક કપાસ રીજેકટ થતો હોવાની અગાઉ થયેલ બુમરાહ બાદ વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના વડપણ હેઠળ માર્કેટીંગ યાર્ડના ચેરમેન શકીલભાઇ પીરઝાદા, મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઇ પરાસર,નવઘણભાઇ મેઘાણી સહીતના અગ્રણીઓ દ્વારા ખેડુતોના હીતમાં વાંકાનેર મામલદતારશ્રી મારફત જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવેલ આ ઉપરાંત કપાસ વેચવા વાંકાનેર ખાતે સી.સી.આઇ.એ નકકી કરેલ જગ્યાએ આવતા ખેડુતોને પડતી મુશ્કેલી અંગે પણ ગત તા.૧૩/પ/ર૦ર૦ના રજુઆત કરવામાં આવેલ.

વાંકાનેરના અગ્રણીઓની આ રજુઆતને અધીકારીશ્રીઓએ ધ્યાનમાં લઇ ખેડુતોને તકલીફ નો પડે તે માટે વાંકાનેર માર્કેટીંગયાર્ડ દ્વારા કપાસ વેચવા ઇચ્છુક ખેડુતોને રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડુત વર્ગને જાણ કરી સી.સી.આઇ. કેન્દ્ર ઉપર યાર્ડના કર્મચારીઓ સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી પ વાગ્યા સુધી મો. નં.૭૬૦૦૭ ૦૯૦૪૧ ઉપર ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવી લેવા યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ અનુરોધ સાથે યાદીમાં જણાવ્યું છે.

(11:48 am IST)