Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

સુરેન્દ્રનગર- ૪૨.૭, ભુજ-૪૨.૪, અમરેલી-૪૨.૨, રાજકોટ-૪૧.૯ ડિગ્રી

ગઇ કાલે પણ અમરેલી જીલ્લાના ખાંભા પંથકમાં વરસાદ વાવાઝોડામાં કેરી, તલ સહિતના પાકને નુકશાન

ગોંડલમાં વાદળા છવાયાઃ ગોંડલઃ  કાલ સાંજના સમયે વાદળછાયુ વાતાવરણ છવાયું હતુ અને વાદળોની વચ્ચેથી કિરણો પડતા અદભૂત નજારો નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

રાજકોટ,તા.૨૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપ સાથે મહતમ તાપમાનનો પારો સતત ઉંચે ચડી રહ્યો છે અને લોકો ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

છેલ્લા થોડા દિવસોથી મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ જાય છે. જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે. અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. ગઇ કાલે રાજ્યમાં સુરેન્દ્રનગર- ૪૨.૭, ભુજ-૪૨.૪, અમરેલી-૪૨.૨, રાજકોટ-૪૧.૯ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

જ્યારે અમરેલી જીલ્લાનાં ખાંભા, ચતુરી, ભાવરડી લાઠી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી તલ, કેરી સહિતના પાકને નુકશાન થયું છે.

(11:42 am IST)