Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

લીલીયાના પુંજાપાદરમાં મજુરોને નાસ્તો આપતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

સાવરકુંડલા,તા.૨૦ : હાલ કોરોના વાયરસ મહામારી રોગ અંતર્ગત લોકડાઉનની સ્થિતિમાં લોકો ને આજીવિકાનું કોઈ સાધન ન હોય અને લોકોના ધંધા રોજગાર બંધ હોય, લોકોને તેમના પરિવારનું નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે, મજુર વર્ગના લોકો ની પરિસ્થતિ અંત્યત ખરાબ થવા પામી છે, ત્યારે સાવરકુંડલા-લીલીયા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા વહીવટી તંત્ર ને રજૂઆત કરવામાં આવેલ અને તાત્કાલિક ધોરણે પૂજાપાદર ગામમાં મનરેગા યોજના નું કામ શરૂ કરવામાં આવ્યું છે તેમાં લગભગ ૨૬૦ જેટલા મજુરોને રોજગારી અપાવીને મજુર લોકો ને આવા મહામારી અને કપરા સમયમાં રોજગારી પૂરી પાડવામાં આવેલ છે.

ે તમામ મજુરો ને તેમના કામના સ્થળે રૂબરૂ જઈને તમામ મજુર લોકોને નાસ્તા પાણી ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી અને લોકો દ્વારા આવી કામગીરી બદલ ધારાસભ્યની પ્રશંસા પ્રસરી રહી છે, કે ધારાસભ્ય પોતાની ફરજ અને કર્તવ્ય નિષ્ઠા પ્રતીનીધીત્વ નિભાવી રહેલ છે, અને તમામ વર્ગના લોકોને સહકાર આપીને નિસ્વાર્થ ભાવે સેવા કરી રહેલ છે.

(11:42 am IST)