Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

૧ અને ૨ નંબર આપી મુખ્યબજારોમાં દુકાનો ખુલ્લી રાખવાની વ્યવસ્થા ગોઠવાઇ

જનપ્રતિનીધિઓ વેપારી મંડળ હોદેદારો અને વહિવટી તંત્ર ની સંયુકતબેઠકમાં લોકડાઉન-૪ ની સમીક્ષા કરાય

જેતપુર-નવાગઢ,તા.૨૦: લોકડાઉન ૪ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના જાહેરનામાઙ્ગ અનુસંદ્યાને અમલવારી કરવા અર્થે રાજકોટ જીલ્લાના જેતપુર ખાતે જનપ્રતિનિદ્યીઓ અને વેપારી મંડળના હોદેદારશ્રીઓ તેમજ તમામ સરકારી વિભાગ અધિકારીશ્રીઓની સયુકત સકંલન બેઠક જેતપુર તાલુકા સેવા સદન ખાતે ગોંડલ પ્રાંત અધિકારી રાજેશ આલ ની અધ્યક્ષતામાં યોજાઇ ગઈ.

આ બેઠકમાં જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનના ચોથા ચરણમાં સરકારશ્રી એ જાહેરનામુ બહાર પાડી જે ગાઇડલાઇન આપી તેની સંર્પુણ અમલવારી કરવા અંગેની ચર્ચા કરવામાં આવેલ અને જાહેરનામા મુજબ વેપાર, ઉદ્યોગ નિયતસમય અને નિમયમોની ત્રીજીયા માં રહી શરૂ કરવામાં આવેલ છે. તેમાં કોઇપણ જગ્યાએ જાહેરનામાનો ભંગ ન થાય અને કોરોના મહામારી સંદર્ભે લોકજાગૃતતા જળવાઇ રહે. તે મુજબ સરકારશ્રી દ્વારા છુટછાટો મળેલ છે. તે પ્રમાણે સર્વે વેપારી , ઉદ્યોગકારો અને પ્રજાજનોએ તકેદારી રાખવા અપીલ કરાઇ હતી.

બેઠકમાં ઉપસ્થીત ચેમ્બરઓફ કોર્મસ તેમજ અન્ય વેપારી સંગઠનો અને જનપ્રતિનિધીઓ પાસેથી મંત્વયો પણ લેવામાં આવેલ હતા.

બેઠકના અંતમાં જેતપુર શહેરની મુખ્ય બજારોમાં વેપારીને નગરપાલીકા ઘ્વારા ૧ નંબર અને ૨ નંબરના કાર્ડ આ૫વામાં આવશે જે મુજબ ૧ નંબર પ્રથમ દિવસે દુકાનો ખુલ્લી રહેશે તેમજ ૨ નંબર ની દુકાનો બીજા દિવસે ખુલ્લી રહેશે. આ ઉપરાંત છુટી છવાઇ અન્ય જગ્યાએ આવેલી દુકાનો રાબેતા મુજબ સવારના ૮ થી ૪ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.ઙ્ગ

આ બેઠકમાં મામલતદાર વિજય કારીયા, તેમજ દિપીકા પંચાલ મામલતદાર જેતપુર ગ્રામ્ય , ચીફઓફીસર નવનીત પટેલ , તાલુકા વિકાસ અદ્યિકારી કુસાગીયા , સી. ટી. પી.આઇ. વી.કે. પટેલ, ચેમ્બર ઓફ કોર્મસ પ્રમુખ વી.ડી.પટેલ , વેપારી આગેવાન હરેશભાઇ ગઢીયા, સહીત મહાનુભાવો આ બેઠકમાં ઉપસ્થીત રહ્યા હતા. અને લોકડાઉન ૪ ની અમલવારીમાં સંપુણ સહયોગઙ્ગ આપવા કટીબધ્ધતા બતાવી હતી.

(11:38 am IST)