Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

ઉપલેટા મામલતદારે રોયલ્ટી ચોરી કરતા૩ ટ્રક કબ્જે કરી ભાયાવદર પોલીસને સોપ્યા

ઉપલેટા તા. ર૦: ગત તારીખના રોજ ઉપલેટા મામલતદારે ચોકકસ બાતમીના આધારે પેટ્રોલીંગમાં હતા ત્યારે તાલુકાના ભાયાવદર ગામે આંબેડકર નગર પાસે ૩ ટ્રક ને રોકી ચેક કરતા તેમાંથી રોયલ્ટી ચોરીના પત્થર (બેલા) ભરેલો માલ હોવાથી ત્રણેય ટ્રક ચાલકો સામે ભાયાવદર પોલીસમાં ફરીયાદ દાખલ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કે રાત્રીના ભાયાવદર ગામેથી પસાર થતા પત્થર બેલાની ગાડીઓને રોકી ચેક કરતા તેમાંથી લાખો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ઉપરોકત બાબતે ૩ ટ્રક પૈકી ટ્રક નં. જી.જે. ૧૦ ટી.ટી. ૬૧૬પના ચાલક ભરત વિરમભાઇ મોઢવાડીયા તથા જી.જે. ૧૦ એકસ ૭૯૦પ ના ચાલક રાજુ જીવાભાઇ સુખડીયા તથા જી.જે.ટી.ટી. ૯ર૬૧ ના ચાલક ભરત વેજાભાઇ મોઢવાડીયા સહીત ૩ ટ્રક કિંમત અંદાજે ૪૬ લાખ રૂપિયા અને રૂ. ર૦રપ૦૦ના પત્થર ભરેલી રોયલ્ટી ચોરી કરી મુદામાલ રૂ. પ૦ લાખ અંદાજે કબ્જે કરી ઉપલેટા મામલતદાર વાદીયાએ ભાયાવદર પોલીસને સોંપ્યા હતા.

ભાયાવદર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રોયલ્ટી ચોરીના ગુન્હા હેઠળ વાહન કબ્જે કરી ચાલકની ધરપકડ કરેલ હોવાનું જાણવા મળેલ છે.

(11:36 am IST)