Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

કચ્છના ભચાઉ પંથકમાં તીડ દેખાતા ખેડૂતોમાં ચિંતા

રણ તીડ સાથે અન્ય જીવાતઃ તીડના સમાચારના પગલે તંત્ર દોડયું

ભુજ,તા.૨૦: બનાસકાંઠામાં તીડના આક્રમણના સમાચાર વચ્ચે તેને અડીને આવેલા પૂર્વ કચ્છના રણ વિસ્તારમાં પણ તીડ દેખાતાં ખેડૂતો ચિંતિત થયા છે. જોકે, સોશ્યલ મીડીયા દ્વારા રણ તીડના સમાચાર મળ્યા બાદ તરત જ કચ્છના તીડ નિયંત્રણ કચેરીના પ્લાન્ટ પ્રોટેકશન ઓફિસર અશોક બારૈયા ટીમ સાથે ભચાઉ પંથકમાં ધસી ગયા હતા.

દરમ્યાન ભચાઉની રણ કાંધીએ આવેલા નેર અને બંધડી એ બે જ ગામોમાં તીડ જોવા મળ્યા હતા. પણ, તે ઓછી સંખ્યામાં હતા.

જોકે, તીડ નિયંત્રણ માટેના પગલાં તંત્રએ તરત જ હાથ ધર્યા હતા. તીડની સાથે સ્થાનિકે દેખાતી અન્ય જીવાત પણ જોવા મળી હતી. જોકે, કચ્છમાં તીડ અંગે ગ્રામસેવકોને એલર્ટ કરી દેવાયા છે.

(11:32 am IST)