Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કચ્છના આડેસર પોલીસે ફિલ્મીઢબે પીછો કરીને કતલખાને લઇ જવાતા મુંગા પશુઓ સાથેની ટ્રક ઝડપી

 ભુજ તા. ૨૦ : આડેસર પોલીસે ગત રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન પસાર થતી ટ્રક નં. GJ12 AU 9996 ને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, શંકાસ્પદ ગતિવિધિ સાથે ટ્રક ચાલકે ટ્રક ને ઉભી રાખવાને બદલે હંકારી દેતા આડેસર પીએસઆઇ લાંબરીયા અને સ્ટાફે પોલીસ જીપ સાથે ટ્રક નો પીછો કર્યો હતો. હાઇવે ઉપર દોડતી ટ્રકનો ફિલ્મી ઢબે પોલીસ જીપે પીછો કરતાં હાઇવે ઉપર પણ ધમાચકડી મચી ગઇ હતી.

જોકે, અંતે ટ્રક ડ્રાઇવર ટ્રક છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતાં તેમાંથી ૧૪ પશુઓ મળી આવ્યા હતા. પશુ હેરફેર માટેની પરમીટ વગર ખૂબ જ ક્રૂર રીતે કતલ કરવાના ઇરાદે લઈ જવતા અને ઠાંસોઠાંસ ટ્રકની અંદર ભરેલા ૧૪ પશુઓ જેમાં ૧૦ ભેંસો, ૩ પાડીઓ અને એક પાડો હતા એ તમામને બચાવી લીધા હતા.  આ મુંગા પશુઓ માટે પાણી કે ઘાસચારાની કોઈ પણ વ્યવસ્થા ન હોવાનું, તેમ જ આ પશુઓના પગને રસ્સાથી ખીચોખીચ બાંધ્યા ઉપરાંત તેમનાઙ્ગ મોં પણ ક્રૂર રીતે બાંધેલા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. પોલીસે તમામ મુંગા પશુઓને આડેસર પાંજરાપોળમાં દાખલ કરાવી તેમની સારસંભાળ લેવાય તેવી તકેદારી સેવી હતી. ૮ લાખની ટ્રક અને ૧.૨૫ લાખના પશુઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ટ્રક ચાલક ઉપરાંત તપાસ દરમ્યાન જે કોઈની સંડોવણી નીકળે તે તમામ વિરુદ્ઘ પ્રાણી અત્યાચાર ધારા સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંગા પશુઓને કતલખાને લઈ જતા અટકાવીને જીવદયા દર્શાવતી આ કામગીરી આડેસર પીએસઆઇ વી.જી. લાંબરીયા અને અન્ય પોલીસ કર્મીઓ ડુંગરભારથી ગોસ્વામી, મહેશ પટેલ, કાન્તિસિંહ રાજપૂત, ભાણજીભાઈ પ્રજાપતિ સહિતના સ્ટાફે કરી હતી.

(4:23 pm IST)
  • ચૂંટણી પરિણામ પહેલા પંજાબ કોંગ્રેસમાં કકળાટ ચરમસીમાએ :કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સિદ્ધુ મને હટાવી પોતે સીએમ બનવા માંગે છે:તેઓએ કહ્યું મારી અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ટિપ્પણીનું કોઇ પણ યુદ્ધ નથી ચાલી રહ્યું. જો તેઓ મહત્વકાંક્ષી છે તો ઠીક છે: લોકોની પાસે મહત્વકાંક્ષા હોય છે : હું સિદ્ધુને બાળપણથી જાણુ છું. તેઓપંજાબના મુખ્યમંત્રી બનવા માંગે છે અને તેના કારણે તેઓ મને હટાવવા માંગે છે access_time 1:35 am IST

  • પંજાબના ગુરદાસપુરમાં મતદાન વેળાએ હિંસા :મતદાન બાદ કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી :ત્રણ જેટલા શખ્સો ઘાયલ :મારામારીની ઘટના બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા access_time 1:37 am IST

  • અમદાવાદના બોપલ ઘુમા નપામાં બાળમજુરી આવી સામે : ૧૮ વર્ષથી ઓછી વયના કિશોર ચલાવે છે પાલીકાના ટ્રેકટરઃ બાળમજુરી પર બોલ્યા ચીફ ઓફીસરઃ તપાસ કરવામાં આવશેઃ પ્રણવ શાહઃ લાયસન્સ વિના હેવી વાહન ચલાવે છે કિશોર access_time 4:29 pm IST